|
|
|
|
|
|
|
|
|
|
| એમડી - સીઇઓનો પરિચય |
| |
| |
| |
 |
|
શ્રી લેમન રુટેન
નિયુક્ત મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ |
|
| |
શ્રી લેમન રુટેન એમસીએક્સના નિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ છે. કોમોડિટી બજારમાં વિશ્વવિખ્યાત નિષ્ણાત શ્રી રુટેને એમસીએક્સમાં એક ચોક્કસ ક્ષેત્ર તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તે છે ભારતમાં સમગ્ર કોમોડિટીઝ માર્કેટ વેલ્યૂ ચેઇનનો વિકાસ. શ્રી રુટેન અગાઉ એમસીએક્સની ટીમમાં જોઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટરના હોદ્દા પર હતા.
શ્રી રુટેને જીનિવામાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (અંકટાડ)ની કોમોડિટીઝ શાખામાં ફાઇનાન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને ઇન્ફર્મેશનના વડા તરીકે સેવાઓ આપી છે. 1990માં તેઓ અંકટાડમાં જોડાયા તેની પહેલાં તેમણે માલીમાં અનાજના વેપાર અને કોલેટરલાઇઝ્ડ ગ્રેન ફાઈનાન્સ ક્ષેત્રે કાર્ય કર્યું હતું. અંકટાડમાં તેમણે કોમોડિટીના ભાવસંબંધી જોખમ સંચાલન અને સ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સ પરના તેના કાર્યને વિકસાવવાની જવાબદારી ઉઠાવી હતી. ત્યારથી જ તેઓ કોમોડિટીને લગતી નીતિઓ, કોમોડિટી બજારના સુધારાઓ, સંસ્થાકીય વિકાસ (ખાનગી અને સરકારી ક્ષેત્ર માટે), નાણાકીય ક્ષેત્રની ક્ષમતાઓની સુધારણા અને કોમોડિટી તથા નાણાકીય ક્ષેત્રને અસર કરતા કાયદાની બાબતે વ્યાપક કાર્ય કરી રહ્યા છે. તેમણે આ વિષયો પર 40 કરતાં વધારે સંશોધનપત્રો રજૂ કર્યા છે અને 100 કરતાં વધારે પરિસંવાદોમાં વક્તવ્યો આપ્યાં છે. આ ઉપરાંત તેમણે ઉચ્ચ સ્તરની અનેક પરિષદોની પરિકલ્પના ઘડવાથી માંડીને તેનું આયોજન કરવાની જવાબદારી નિભાવી છે. તે પરિષદોમાં કોમોડિટી એક્સચેન્જના વિકાસને સંબંધિત પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ, વેરહાઉસ રસીદ સામે નાણાંના ધિરાણ વિશેની પરિષદ, તેલ અને વાયુના વેપારને લગતી આફ્રિકાની સૌથી મોટી પરિષદ અને નાણાકીય પરિષદોનો સમાવેશ થાય છે. તેમણે જોખમ સંચાલનનાં સાધનોનો તથા કોમોડિટી ક્ષેત્રના સુસંગઠિત માળખાનો ઉપયોગ કરવા માટેની વ્યવહારુ ઔપચારિકતાઓ, જોખમ સંચાલન માટેનાં બજોરોનો ઉપયોગ કરવા માટેના ઉપયોગી નિયમો, રાષ્ટ્રીય અને પ્રાદેશિક કોમોડિટી એક્સચેન્જોનો વિકાસ તથા કોમોડિટીના ભાવના જોખમના સંચાલન અને કોલેટરલાઇઝ્ડ ફાઈનાન્સ માટે કાનૂની અને સંસ્થાગત માળખાની સુધારણાના વિષયે તાલીમ આપી છે. તેઓ જૂન 2006 સુધી અંકટાડ સાથે સંકળાયેલા હતા. જોકે, 2000થી 2001ના સમયગાળા દરમિયાન તેમણે વિશ્વ બૅન્ક ખાતે કોમોડિટી ભાવ જોખમ સંચાલન પરની આંતરરાષ્ટ્રીય કાર્યટુકડીના વરિષ્ઠ સલાહકાર તરીકે કામગીરી બજાવી હતી. જાન્યુઆરી-એપ્રિલ 2002 દરમિયાન તેમણે કોમન ફંડ ફોર કોમોડિટીઝ સાથે કામ કર્યું હતું.
અંકટાડમાં પાંચ વર્ષ સુધી કામ કરવાની સાથે સાથે શ્રી રુટેને સ્વિટઝરલૅન્ડની યુનિવર્સિટી ઓફ લોસેનના ભાગરૂપે ચાલતી ઇન્સ્ટિટ્યુટ ઓફ બૅન્કિંગ એન્ડ ફાઈનાન્સ મૅનેજમેન્ટમાં કોમોડિટીના માર્કેટિંગ અને જોખમ સંચાલન વિશેના અભ્યાસનું સંચાલન કર્યું હતું. તેઓ આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ - એલએલસીના સલાહકારી મંડળના સભ્ય છે. આ ગ્રુપ 400 મિલિયન અમેરિકન ડૉલરનું છે અને વેપાર માટે નાણાં આપવાનું કાર્ય કરે છે. તેઓ આફ્રિકન એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બૅન્કની સલાહકારી સમિતિના પણ સભ્ય છે. વિશ્વ બૅન્કે કોમોડિટી ક્ષેત્રના ભાવસંબંધી જોખમને લગતી સમસ્યાઓના નિરાકરણ માટેના વૈશ્વિક પ્રયાસોને ફરી વેગવાન બનાવવા માટે 1999માં એક કાર્યટુકડી બનાવી હતી. તેમાં તેમણે વ્યક્તિગત ધોરણે સભ્ય તરીકે સેવાઓ આપી હતી. તેમને કોમોડિટીના વેપાર, જોખમ સંચાલન અને નાણાંની વ્યવસ્થા બાબતનો બહોળો અનુભવ છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (ફાઓ) અને વિશ્વ બૅન્કની ટુકડીમાં રહીને તેમણે આ અનુભવ પ્રાપ્ત કર્યો હતો. હાલ તેઓ નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન અને બહેરિન ફાઈનાન્સિયલ એક્સચેન્જના બોર્ડમાં પણ સભ્ય છે.
શ્રી રુટેન નેધરલેન્ડ્સની ટિલબર્ગ યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ ઇકોનોમિક મૅનેજમેન્ટ વિષયની ઓનર્સ સાથેની અનુસ્નાતક પદવી ધરાવે છે. |
|
|
| |
|
|
|
 |
|
| કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS “MCX <space>
<Commodity Name>“ લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|
|