સોનુઃ રોકાણનું સાધન-

સોનું વર્ષોથી રોકાણનો એક વિકલ્પ છે. હવે ઘણા રોકાણકારો તથા હેજ ફંડોના પોર્ટફોલિયોમાં સોનાને મહત્ત્વનું સ્થાન અપાઈ રહ્યું છે. આવામાં સુવર્ણ પાંદડીનો કોન્ટ્રેક્ટ નાના રોકાણકારો માટેની ખાસ પ્રોડક્ટ છે. એમસીએક્સે બજારના વિવિધ પ્રકારના સહભાગીઓને અનુકૂળ આવે એ રીતે સોનાના અલગ અલગ જથ્થા માટેના કોન્ટ્રેક્ટ ઘડ્યા છે. તેમાં 1 કિલોનો સોનું, 100 ગ્રામનો સોનું મિનિ, 8 ગ્રામના સોનું ગિની કોન્ટ્રેક્ટની ઓફર બાદ હવે 1 ગ્રામનો સુવર્ણ પાંદડીનો કોન્ટ્રેક્ટ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ કરાવાયો છે.

સોના પરનું વળતર

વર્ષ દર 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ વર્ષાનુવર્ષ વળતરની ટકાવારી
2004 6307  
2005 7638 21.10%
2006 9265 21.30%
2007 10598 14.39%
2008 13630 28.61%
2009 16686 22.42%
2010 20728 24.22%