|
|
|
|
|
|
|
|
|
|
| માર્જિન |
| |
| |
 |
પ્રારંભિક માર્જિન |
|
પ્રારંભિક માર્જિનની ગણતરી SPAN®* (સ્ટાન્ડર્ડ પોર્ટફોલિયો એનાલીસિસ ઓફ રિસ્ક -સ્પાન)નો ઉપયોગ કરીને કરવામાં આવશે. સ્પાન સિસ્ટમ પોર્ટફોલિયો આધારિત માર્જિનની ગણતરીની પદ્ધતિ છે. સભ્યના દરેક ક્લાયન્ટના કોન્ટ્રેક્ટના પોર્ટફોલિયોમાં એકંદરે કેટલા પ્રમાણમાં જોખમ રહેલું છે તેનું પ્રમાણ SPAN®* દ્વારા મળે છે.
SPAN®* એ શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. અહીં તેનું લાઇસન્સ લઈને ઉપયોગ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે હસ્તી SPAN®*નો ઉપયોગ કરે તો તેના સંબંધે શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ કોઈ જવાબદારી લેતું નથી.
કોન્ટ્રેક્ટના પોર્ટફોલિયો માટેના આવશ્યક માર્જિનની ગણતરી SPAN®* દ્વારા કરવામાં આવે છે. SPAN®*નો મુખ્ય ઉદ્દેશ એકથી બીજા દિવસ વચ્ચેના અંતરાલમાં પોર્ટફોલિયોમાં વધુમાં વધુ કેટલા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે તે નક્કી કરવાનો હોય છે.
પોર્ટફોલિયોમાં મહત્તમ કેટલું નુકસાન થઈ શકે તે જાણવા માટે SPAN®* ભાવ અને ચંચળતામાં થનારા સંભવિત ફેરફારો (અર્થાત્ રિસ્ક એરેસ)નું ચિત્ર ઉપસાવે છે. તેના આધારે એ નુકસાનને ભરપાઈ કરવા માટે આવશ્યક એવા માર્જિનની ગણતરી કરે છે, જેથી તેટલા પ્રમાણમાં માર્જિન જમા કરાવી શકાય.
સભ્યો પોતાની SPAN®* માર્જિન માટેની આવશ્યક્તા જાણવા માટે પોતાના નિર્ધારિત પોર્ટફોલિયો માટે જોખમના માપદંડની ફાઇલોમાંની માહિતી દાખલ કરી શકે છે.
SPAN®* પોર્ટફોલિયોમાં રહેલા જોખમનો અંદાજ કાઢશે અને બજારના બદલાતા જતાં સંજોગોમાં ઊભી થતી વિવિધ પરિસ્થિતિઓ હેઠળ જોખમનું પુનઃ મૂલ્યાંકન કરશે.
કેલેન્ડર સ્પ્રેડ અથવા ઇન્ટ્રા-કોમોડિટી ચાર્જ
SPAN®* જોખમની ગણતરી કરતી વખતે કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટના વાયદાના ભાવનો અંદાજ કાઢે છે અને તેમ કરતી વખતે એવું ધારી લેવામાં આવે છે કે તમામ કોન્ટ્રેક્ટ મહિનાઓમાં ભાવની હિલચાલ સમાન ધોરણે થશે. વાસ્તવમાં કોન્ટ્રેક્ટ મહિનાઓમાં ભાવની હિલચાલ સમાન ધોરણે થતી નથી. આથી અલગ અલગ પાકતી તારીખ ધરાવતા કોન્ટ્રેક્ટના પોર્ટફોલિયોમાં રહેલા જોખમનો અંદાજ કાઢવા માટે SPAN®* કેલેન્ડર સ્પ્રેડ ચાર્જ (જેને ઇન્ટર-મંથ સ્પ્રેડ ચાર્જ પણ કહેવાય છે) ઉમેરે છે.
પોર્ટફોલિયો માટે જરૂરી માર્જિનની SPAN®*ના આધારે ગણતરી
સભ્યના કોન્ટ્રેક્ટના પોર્ટફોલિયો માટેની કુલ માર્જિનની આવશ્યક્તા નક્કી કરવાની રીત આ પ્રમાણે છેઃ
- SPAN®* સ્કેનિંગ રિસ્ક ચાર્જીસ તથા ઇન્ટ્રા કોમોડિટી સ્પ્રેડ ચાર્જીસને ભેગા કરશે અને
- ઉપર મુદ્દા ક્રમાંક 1 પ્રમાણે નક્કી કરાયેલી SPAN®* રિસ્ક રિક્વાયરમેન્ટમાંથી ઇન્ટર કોમોડિટી સ્પ્રેડ ક્રેડિટને બાદ કરતાં મળેલી રકમ એ કુલ પ્રારંભિક માર્જિનની રકમ હશે.
જોખમની ગણતરીના માપદંડમાં પરિવર્તન
SPAN®* માર્જિનની આવશ્યક્તા માટેની ગણતરીના માપદંડમાં એક્સચેન્જ/ક્લીયરિંગ કોર્પોરેશને સમયાંતરે જાહેરાત કર્યા પ્રમાણે ફેરફાર કરવામાં આવશે. કોઈ એક દિવસનું ટ્રેડિંગ શરૂ અને બંધ થાય તે વખતે તથા તે ઉપરાંત સવારે 10.30 વાગ્યે, બપોરે 1.30, સાંજે 5.00, સાંજે 7.00, સાંજે 8.30 અને રાત્રે 10.30 વાગ્યે, એમ કુલ 8 વખત સુધારિત માપદંડનો આધાર લેવામાં આવશે. આવી રીતે સુધારિત માપદંડના આધારે બનતી રિસ્ક પેરામીટર ફાઇલ (આરપીએફ) નીચે જણાવ્યા પ્રમાણેના પાથ પરથી ડાઉનલોડ કરવા માટે સભ્યોને ઉપલબ્ધ રહેશે. રિસ્ક એરે ફાઇલો ડાઉનલોડ કરો વધુપડતી ભાવચંચળતાના સંજોગોમાં એક્સચેન્જને યોગ્ય લાગે તેટલા પ્રમાણમાં અથવા વાયદા બજાર પંચ (એફએમસી) નક્કી કરે તેટલા ટકાનું વિશેષ અને/અથવા અતિરિક્ત માર્જિન સંબંધિત કોન્ટ્રેક્ટનાં તમામ ઊભાં ઓળિયાંને લાગુ કરવામાં આવશે. |
|
|
|
 |
અતિરિક્ત માર્જિન |
|
| અન્ય પ્રકારનાં માર્જિન ઉપરાંત લોંગ અને શોર્ટ બન્ને બાજુએ લાગુ થનારાં માર્જિનને અતિરિક્ત માર્જિન કહેવાશે. |
|
|
|
|
 |
વિશેષ માર્જિન |
|
| લોંગ અથવા શોર્ટ એ બન્નેમાંથી કોઈ એક બાજુએ લાગુ કરવામાં આવતા માર્જિનને વિશેષ માર્જિન કહેવાશે. |
|
|
|
 |
ટેન્ડર સમયગાળાનું માર્જિન |
|
| પ્રોડક્ટ/કોન્ટ્રેક્ટનાં ધોરણોમાં જણાવાયેલા ટકાનું ટેન્ડર સમયગાળાનું માર્જિન લાગુ પાડવામાં આવશે. આવું માર્જિન વધતી જતી ટકાવારી પ્રમાણે ખરીદી અને વેચાણનાં ઊભાં ઓળિયાં, બન્ને, પર લાગુ પાડવામાં આવે છે અને સંબંધિત કોન્ટ્રેક્ટની પાકતી તારીખ સુધી લાગુ રહે છે. ડિલિવરી સમયગાળાનું માર્જિન લાગુ પડે ત્યારે ટેન્ડર સમયગાળાનું માર્જિન છૂટું કરવામાં આવે છે.
|
|
|
|
 |
ડિલિવરી સમયગાળાનું માર્જિન |
|
કોન્ટ્રેક્ટની પાકતી તારીખ આવવાની હોય તે વખતમાં ડિલિવરી સમયગાળાનું માર્જિન લાગુ કરવામાં આવે છે. આ માર્જિન કોન્ટ્રેક્ટનાં ધોરણોમાં જણાવાયેલું હોય છે. ખરીદી અને વેચાણનાં ઊભાં ઓળિયાંને લાગુ પડતું માર્જિન ડિલિવરીની જવાબદારી પૂરી કરવામાં આવે ત્યાર સુધી અમલમાં રહે છે.
વેચાણકર્તા સર્વેયરના પ્રમાણપત્ર સાથે ડિલિવરીના દસ્તાવેજો સુપરત કરે ત્યારે તેમના ઓળિયાની પતાવટ થઈ ગયેલી ગણાય છે અને તેટલા પ્રમાણમાં તેમનું ડિલિવરી સમયગાળાનું માર્જિન ઘટાડવામાં આવે છે. ખરીદદાર પોતાને ફાળવાયેલી ડિલિવરી માટે પૈસા ચુકવે ત્યારે તેમણે જેટલા જથ્થા માટે નાણાંની ચુકવણી કરી હોય તેટલા પ્રમાણમાં તેમનું ડિલિવરી સમયગાળાનું માર્જિન ઘટાડવામાં આવે છે.
|
|
|
|
| |
| |
| |
| |
|
|
| |
|
|
|
 |
|
| કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS “MCX <space>
<Commodity Name>“ લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|
|