| ક્લીયરિંગ બૅન્ક |
એમસીએક્સે ક્લીયરિંગ સભ્યો અને એક્સચેન્જ વચ્ચે ભંડોળની પતાવટ માટે 16 ક્લીયરિંગ બૅન્કોની નિમણૂક કરી છે.
દરેક ક્લીયરિંગ સભ્યે નિર્ધારિત ક્લીયરિંગ શાખાઓમાં કોઈપણ એક અધિકૃત ક્લીયરિંગ બૅન્ક પાસે ક્લીયરિંગ ખાતું રાખવું આવશ્યક છે. એ ક્લીયરિંગ ખાતું ફક્ત એક્સચેન્જના ક્લીયરિંગ અને પતાવટના કામકાજ માટે જ રાખવાનું હોય છે. ક્લીયરિંગ બૅન્કોના સંપર્કની વિગતો |
| |
|
| ક્લીયરિંગ બૅન્કમાં ફેરફાર |
| જો કોઈ ક્લીયરિંગ સભ્ય પતાવટનું ખાતું નિયુક્ત કરાયેલી એકમાંથી બીજી બૅન્કમાં ખસેડવા ઇચ્છતા હોય તો તેમણે નીચે જણાવ્યા પ્રમાણેની રીતનું પાલન કરવાનું રહેશેઃ |
|
 |
ક્લીયરિંગ સભ્યે ક્લીયરિંગ બૅન્ક બદલવા માટે અપનાવવાની રીત અને તેનાં સ્વરૂપ |
|
જે સભ્ય પોતાનું પતાવટ ખાતું એકમાંથી બીજી ક્લીયરિંગ બૅન્કમાં ખસેડવા ઇચ્છતા હોય તો તેમણે અ
સભ્યે નીચે જણાવાયેલા દસ્તાવેજો એક્સચેન્જને સુપરત કરવાના રહેશેઃ
- ક્લીયરિંગ ખાતાં ખસેડવા માટેની સૂચના (સ્વરૂપ અનુસૂચિ - 1માં છે)
- વર્તમાન ક્લીયરિંગ બૅન્ક પાસેથી લેવાનું ના-હરકત પ્રમાણપત્ર (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) (સ્વરૂપ અનુસૂચિ - 2માં છે)
- ખાતું અન્ય ક્લીયરિંગ બૅન્કમાં ખસેડાયાની જાણ કરતો સભ્યના લેટરહેડ પર લખાયેલો પત્ર. તેમાં નવા પતાવટ ખાતાનો અને ક્લાયન્ટ ખાતાનો નંબર લખાયેલો હોવો જોઈએ (સ્વરૂપ અનુસૂચિ - 3માં છે)
- પતાવટ ખાતાના નંબર અને સભ્યના ક્લાયન્ટ ખાતાના નંબરને પુષ્ટિ આપતો નવી ક્લીયરિંગ બૅન્કનો પત્ર (સ્વરૂપ અનુસૂચિ - 4માં છે)
- ફેરફાર લાગુ પડવાની તારીખ જણાવતો સભ્યના લેટરહેડ પર લખાયેલો પત્ર
ઉક્ત દસ્તાવેજોની મૂળ નકલ મળ્યા બાદ એક્સચેન્જ પોતાના રેકર્ડમાં તેની નોંધ કરશે અને ત્યાર પછીની પે-ઇન/પે-આઉટની કાર્યવાહી સભ્યના નવા પતાવટ ખાતા મારફતે થશે. |
|
|
|
| |
| |