|
|
|
|
|
|
|
|
|
|
| પરિદૃશ્ય |
| |
| |
| |
 |
|
ફાઈનાન્સિયલ ટેક્નોલોજીસ નોલેજ મૅનેજમેન્ટ કંપની લિમિટેડ (એફટીકેએમસી) નાણાકીય ક્ષેત્રે આવશ્યક પ્રશિક્ષણ અભ્યાસક્રમો તથા સેવાઓ પૂરાં પાડનારી અગ્રણી કંપની છે. દરેક પ્રકારની અસ્કયામત માટે આવશ્યક વ્યવહારુ જાણકારી અને જ્ઞાનની જરૂરિયાત એફટીકેએમસી પૂરી કરે છે. |
|
| |
નાણાકીય ક્ષેત્રે કાર્યરત કર્મચારીઓને, સામાન્ય જનતાને તથા નાણાકીય પ્રમાણપત્રો પ્રાપ્ત કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું, નાણાકીય સંશોધન કરવાનું અને સલાહકારી સેવાઓ આપવાનું તેનું મુખ્ય કાર્ય છે. વિવિધ નાણાકીય બજારોને લગતું પ્રશિક્ષણ આપવા માટે એફટીકેએમસીનો નોલેજ ફોર માર્કેટ્સ નામનો મુખ્ય વિભાગ કાર્યરત છે.
એફટીકેએમસીનું કાર્ય નાણાકીય ક્ષેત્ર માટેની
નીતિઓ ઘડનારાઓ તથા તેનું નિયમન કરનારી સત્તાઓ, નાણાકીય સંસ્થાઓ, કંપનીઓ તથા વેપારની અન્ય સંસ્થાઓ, નાણાકીય બજારોના ઇન્ટરમિડિયરીઝ, વિદ્યાર્થીઓ તથા રોકાણકારોને સહાયભૂત થવાનું છે. અર્થતંત્ર માટે નાણાકીય બજારોનું મહત્ત્વ વધી ગયું હોવાથી નીતિના ઘડવૈયાઓને તે મદદરૂપ થાય છે. આ બજારોનું નિયમન અને સંચાલન કરવું જરૂરી હોય છે તેથી એ દૃષ્ટિએ તે નિયમનકારી સત્તાઓને ઉપયોગી થાય છે. બજારના વિકાસ માટે વ્યૂહ ઘડવા જરૂરી હોય છે, તેના માટેના સ્રોતો ઊભા કરવાના હોય છે તથા જોખમ વ્યવસ્થાપન કરવાનું હોય છે. આથી તે વિષયોને આવરી લઈને તે નાણાકીય સંસ્થાઓના કામે આવે છે. નાણાકીય બજારોનો ઉપયોગ કરવાનું તથા તેમાં કાર્યરત થવાનું અને સિક્યોરિટીઝ તથા અન્ય પ્રકારનાં નાણાકીય સાધનો બહાર પાડવાનું આવશ્યક હોવાથી તેને સંબંધિત કાર્યમાં તે નાણાકીય સંસ્થાઓ અને અન્ય વેપારી હસ્તીઓને મદદ કરે છે. ઇન્ટરમિડિયરીઝ માટેનું તેનું કાર્ય અનેક પ્રકારની અસ્કયામતોનાં બજારો માટેના કર્મચારીગણને કાર્યકુશળ તથા નિપૂણ બનાવવાનું છે. એફટીકેએમસી વિદ્યાર્થીઓને નાણાકીય બજારોમાં સફળ કારકિર્દી ઘડવા માટેનું જ્ઞાન અને જાણકારી આપે છે તથા રોકાણકારોને નાણાકીય બજારોમાં રહેલી સંભાવનાઓથી વાકેફ કરે છે તથા નાણાકીય રોકાણની સાથે વળતર અને જોખમ, બન્ને સંકળાયેલાં હોવાની યોગ્ય સમજ આપે છે.
એફટીકેએમસી ચીન, માલદિવ્સ, ઇથિયોપિયા અને પાકિસ્તાનમાં નાણાકીય ક્ષેત્રના જ્ઞાનને સંબંધિત પ્રકલ્પો હાથ ધરી ચૂકી છે. તેણે સંશોધન, તાલીમ અને સલાહકારી સેવાઓ આપીને કોમોડિટી અને કરન્સી વાયદાના વિકાસમાં યોગદાન આપ્યું છે. આ ઉપરાંત નાણાકીય બજારો માટેની ખાસ અભ્યાસસામગ્રી પણ તૈયાર કરી છે. |
વધુ વિગતો માટે અહીં સંપર્ક સાધોઃ
ફાઈનાન્સિયલ ટેક્નોલોજીસ નોલેજ મૅનેજમેન્ટ કંપની લિમિટેડ
એક્સચેન્જ સ્ક્વેર, પહેલે માળે, સુરેન રોડ, ચકાલા,
અંધેરી (પૂર્વ), મુંબઈ 400093.
ફોનઃ +91 22 6731 8888 એક્સ.: 8808/8842
ફેક્સઃ +91 22 66494151
ઈ-મેઇલઃ knowledgeformarkets@ftkmc.com
વેબસાઇટ: www.ftkmc.com
|
| |
|
|
| |
|
|
|
 |
|
|
કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS "MCX <space>
<Commodity Name>" લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|
|