હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટમેપ     
ભાષા બદલો:  English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
સલાહકારી સેવાઓ
 
એફટીકેએમસીએ શરૂ કરેલી સલાહકારી સેવાઓમાં દરેક ગ્રાહકને માટે અલગ અલગ સેવાઓ હોય છે. અમારા સલાહકારો, સંશોધકો અને વિશ્લેષકો સતત પ્રયત્નશીલતાના પરિણામ સ્વરૂપ આ પ્રકારની ઉચ્ચ સ્તરીય ગ્રાહકની જરૂરિયાત મુજબની સેવાઓ ઉપલબ્ધ છે. તેમની ઉત્કૃષ્ટ કામગીરીને ખાનગી તથા સરકારી ક્ષેત્રના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોની દાદ મળી છે.

સલાહ આપવાના દરેક એસાઇનમેન્ટમાં અર્થતંત્રનાં સંબંધિત પાસાં, સંગઠિત બજારો અને ગ્રાહકના વેપારને લગતી બાબતો વિશેનાં જ્ઞાન અને કુશળતા વધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. અમારા ગ્રાહકોમાં સ્થાનિક અને વિદેશી બૅન્કો, કૃષિ વેપારો, મૂળ ધાતુ ઉત્પાદકો, ઉપકરણોના નિર્માતાઓ અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરના સલાહકારોનો સમાવેશ થાય છે.
 
સલાહકારી સેવાઓમાં નીચે મુજબનાં કાર્યોનો સમાવેશ થાય છેઃ
  • કંપનીઓ માટે તેમની આવશ્યક્તા મુજબના જોખમ સંચાલનના ઉપાયો કરવા.
  • ટ્રેડિંગ અને હેજિંગ માટે કોમોડિટી ડેસ્ક બનાવી આપવી.
  • વિવિધ કોમોડિટીઝ અને અન્ય નાણાકીય ડેરિવેટિવ્ઝ માટે મૂલ્યાંકનનાં મોડેલો બનાવી આપવાં.
  • અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રો વિશે અને ગ્રાહકની કોઇ ખાસ જરૂરિયાત પ્રમાણે વિષય આધારિત સંશોધન કરવું અને યોગ્ય નિષ્કર્ષો તથા સલાહ પૂરાં પાડવાં.
  • ઇલેક્ટ્રોનિક એક્સચેન્જ સહિતનાં સંગઠિત બજારો રચવા માટે મદદ કરવા ટેક્નિકલ, ટેક્નોલોજિકલ અને અન્ય પ્રકારની સલાહ આપવી.
  • સંગઠિત બજારો માટે નિયમો અને નિયમનો ઘડવા અર્થે બજારના સહભાગીઓને અને નિયમનકર્તાઓને સહાય કરવી.
  • સંગઠિત બજારોનાં વિવિધ પાસાં વિશે સામગ્રી, લખાણ અને મેન્યુઅલ બનાવવા માટે જ્ઞાનકેન્દ્રો સ્થાપવાં.
  • બજારના સહભાગીઓને સંગઠિત બજારોનાં તમામ પાસાં બાબતે તાલીમ આપવા વૈશ્વિક તાલીમ સંસ્થાઓ સ્થાપવી.
 
કૃષિ વેપાર સલાહકારી સેવા
ભારતીય કૃષિ ક્ષેત્રે તાજેતરના ભૂતકાળમાં વિવિધ પ્રવૃત્તિઓ થવા લાગી છે. ખાસ કરીને સ્થાનિક બજારો અને આંતરરાષ્ટ્રીય વેપારનું ઉદારીકરણ થયું છે. ઉત્પાદકોને માર્કેટિંગના વૈકલ્પિક ઉપાયો અને નવા વિચારો મળ્યા છે તથા આ ઉદ્યોગ હવે ગ્રાહકોને સ્થિર ભાવ મળે તે માટેનું તંત્ર લાવવા પ્રયત્નશીલ છે. માર્કેટિંગ દ્વારા સશક્તિકરણ કરવાને આજકાલ મહત્ત્વ આપવામાં આવે છે. કૃષિ પેદાશોના માર્કેટિંગમાં આમૂલ પરિવર્તન આવવાનું છે. મોટાં ઉદ્યોગ ગૃહો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ કૃષિવેપાર ક્ષેત્રે આવી રહી છે. તેઓ પોતપોતાનાં બિઝનેસ મોડેલ ધરાવે છે. આવા ઝડપી ફેરફાર સાથે તાલ મિલાવવામાં સહભાગીઓને ઘણી મુશ્કેલી થઇ રહી છે. આથી તેઓ યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.

આવા વાતાવરણમાં ભારતીય કૃષિ ક્ષેત્રનો હાથ ઝાલનાર કોઇ મળે તેની શોધ ચાલી રહી છે, જેથી તેમાંનાં જોખમોનું સંચાલન સારી રીતે થઇ શકે. જોખમ ભાવસંબંધી હોય, ઉત્પાદનસંબંધી હોય કે પછી હવામાનસંબંધી હોય, તેનું કોમર્સિયલ સંચાલન કરવાનું અગત્યનું છે. એફટીકેએમસી આ મુદ્દાઓને તથા કૃષિ અને કૃષિવેપારની ચિંતાઓને સારી રીતે સંભાળી શકે છે. તેના નિષ્ણાતો તથા બજારના જાણીતા પ્રેક્ટિસનર્સ અને સ્રોતો ધરાવતી વ્યક્તિઓ કૃષિ પરિતંત્ર માટે આવશ્યક એવાં ઉત્પાદનો અને સેવાઓ બનાવી શકે છે. સલાહ આપવા માટેનાં કેટલાંક સંભવિત ક્ષેત્રો આ પ્રમાણે છેઃ
  • કૃષિ પેદાશના માર્કેટિંગની વ્યવસ્થા - નીતિવિષયક પ્રશ્નો
  • બજારલક્ષી વ્યવહારુ સંશોધન/સર્વેક્ષણ/અભ્યાસ
  • કૃષિ આધારિત યોજનાઓની વ્યવહાર્યતા
  • કૃષિ કોમોડિટીના આંતરરાષ્ટ્રીય વેપારની સંભાવનાઓ
  • દેશના મુખ્ય પાકના પુરવઠા માટેની વ્યવસ્થા
  • આધુનિક માર્કેટિંગ માળખું અને સેવાઓ
  • હાજર બજારો, ઇ-માર્કેટિંગ અને આધુનિક ટર્મિનલ માર્કેટ્સ
  • પસંદગીના પાકને લગતી અમુક બાબતો વિશે સહયોગી સંશોધન અને અભ્યાસ
  • સંશોધન અને કોમોડિટી ટ્રેડિંગ/હેજિંગ ડેસ્કની સ્થાપના
  • ઇકોનોમેટ્રિક સ્ટડીઝ અને વેલ્યુએશન મોડેલોની રચના
  • જોખમ સંચાલન માટેના ઉપાયો સૂચવવા
 
સલાહકારી સેવાઓ વિશેની પૂછપરછ માટે અહીં ઇ-મેઇલ કરોઃ knowledgeformarkets@ftkmc.com
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો