|
|
|
|
|
|
|
|
|
|
| ગ્રાહકોના અધિકારો |
| |
| |
| |
|
- આપના પે-આઉટની રકમ 48 કલાકની અંદર મેળવવાનો આપને અધિકાર છે. એક્સચેન્જના માધ્યમથી થયેલા કોઇપણ સોદા સંબંધે અને/અથવા સભ્ય પાસેથી લેવાના નીકળતા પેમેન્ટ સંબંધે કોઇ વાદ હોય તો ગ્રાહક એક્સચેન્જના પેટા નિયમો મુજબ તકરાર નિવારણના યોગ્ય તંત્રનો ઉપયોગ કરવા માટે એક્સચેન્જનો સંપર્ક સાધી શકે છે. એ તંત્રમાં મધ્યસ્થ/લવાદની પ્રક્રિયાનો સમાવેશ થાય છે.ગ્રાહકે સભ્યો સાથેના પોતાના કરારો (કેવાયસી, સભ્ય-ગ્રાહક કરાર અને જોખમસંબંધી જાહેરાતનો કરાર, વગેરે)ની નકલો તથા વાદને લગતા સમયગાળા માટેનાં કોન્ટ્રેક્ટ નોટ, બિલ, પેમેન્ટ/સભ્યને કરાયેલી ડિલિવરીનો પુરાવો તથા એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, વગેરેની નકલો આપવાની રહેશે, જેથી લવાદની પ્રક્રિયા મારફતે રાહત મેળવી શકાય.
આપવામાં આવે છે કે તેઓ સભ્ય પાસેથી સંબંધિત નકલો મેળવીને પોતાની પાસે સાચવીને રાખે. જરૂર પડ્યે લવાદ સમક્ષ રજૂ કરવા માટે સભ્ય સાથેના પત્રવ્યવહારની નકલો પણ સાચવીને રાખવામાં આવે તે હિતાવહ છે.
- એક્સચેન્જના માધ્યમ દ્વારા થયેલા એવા તમામ સોદાઓ, જેના માટે સભ્યે કોન્ટ્રેક્ટ નોટ આપી હોય, તેના સંબંધે એક્સચેન્જનાં નિયમો, પેટા નિયમો તથા નિયમનો અનુસારના તમામ અધિકારો ગ્રાહકને મળે છે.
- એક્સચેન્જમાં થયેલા કોઇપણ સોદા સંબંધે અથવા કોન્ટ્રેક્ટ નોટ/માસિક સ્ટેટમેન્ટ બાબતે કોઇ વાદ હોય અથવા સભ્ય સામે કોઇ ફરિયાદ હોય તો સીધી સભ્ય સમક્ષ જ રજૂઆત કરવી જોઇએ. તેમાં ફરિયાદનું નિવારણ થાય નહીં તો ફરિયાદ કરવાનું કારણ ઊભું થયું હોય ત્યારથી છ મહિનાના સમયગાળાની અંદર તે સભ્ય સામે એક્સચેન્જમાં લેખિત ફરિયાદ કરી શકાય છે. ગ્રાહક ફરિયાદ ફોર્મ એમસીએક્સની સત્તાવાર વેબસાઇટ ઉપર નીચે આપેલી લિંક પર ઉપલબ્ધ છેઃ http://www.mcxindia.com/investorrelations/Grievances/client_ccf.htm
- કોઇપણ ફરિયાદ હોય તો વાયદા બજાર પંચ (વેબસાઇટઃ
www.fmc.gov.in) અથવા એમસીએક્સ (વેબસાઇટઃ
www.mcxindia.com, ઇ-મેઇલઃ grievance@mcxindia.com)
નો સંપર્ક સાધી શકાય છે.
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
|
| કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS “MCX <space>
<Commodity Name>“ લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|
|