|
|
|
|
|
|
|
|
|
|
| કોમોડિટી વાયદા બજારમાં ગ્રાહકો/રોકાણકારોએ શું કરવું અને શું ન કરવું? |
| |
| |
| |
 |
સભ્યો સાથેના વ્યવહાર |
|
|
| શું કરવું? |
| |
- એક્સચેન્જના નોંધણીકૃત સભ્યો મારફતે જ વેપાર કરવો. કોઇ સભ્ય એક્સચેન્જમાં નોંધાયેલો છે કે નહીં તે જાણવા માટે એક્સચેન્જની વેબસાઇટ પર આ લિંક પર જઇને તપાસ કરી શકાય છેઃ http://www.mcxindia.com/SitePages/MembersDetails.aspx
- ટ્રેડિંગ શરૂ કરતાં પહેલાં નિર્ધારિત સ્વરૂપનું ‘નો યોર ક્લાયન્ટ’ (કેવાયસી) ફોર્મ ભરવાનો આગ્રહ રાખો.
- યુનિક ક્લાયન્ટ કોડ (યુસીસી) મેળવવાનો આગ્રહ રાખો અને આપના તમામ સોદા એ જ યુસીસી હેઠળ થાય તેની તકેદારી રાખો.
- નિર્ધારિત સ્વરૂપનો ‘સભ્ય-ગ્રાહક કરાર’ કરવાનો આગ્રહ રાખો.
- નિર્ધારિત સ્વરૂપનો ‘જોખમસંબંધી જાહેરાત’નો કરાર વાંચ્યા બાદ જ તેના પર હસ્તાક્ષર કરવાનો આગ્રહ રાખો.
- કેવાયસી, સભ્ય-ગ્રાહક કરાર અને / અથવા સભ્ય તથા આપના વચ્ચે થયેલા અન્ય દસ્તાવેજોની નકલો સભ્ય પાસેથી મેળવવાનો આગ્રહ રાખો.
- એમસીએક્સમાં થયેલા સોદાઓની ચકાસણી કરવા માટે એક્સચેન્જની વેબસાઇટ પર ઉપલબ્ધ સુવિધા મારફતે સોદાની સચ્ચાઇ તપાસી લો. આ લિંક પર સોદાની ચકાસણી કરી શકાય છે અને સોદાની તારીખથી કામકાજના પાંચ દિવસની અંદર તે ચકાસણી કરી શકાય છેઃ http://www.mcxindia.com/SitePages/TradeVerification.aspx
- એક્સચેન્જમાં થયેલા તમામ સોદા માટે સોદો થયાના
24 કલાકની અંદર નિર્ધારિત સ્વરૂપમાં સહી કરેલી કોન્ટ્રેક્ટ નોટ મેળવવાનો આગ્રહ રાખો. તે નોટમાં આપના યુસીસી સહિત સોદાની વિગતો હોવી આવશ્યક છે.
- કોન્ટ્રેક્ટ નોટમાં સભ્યનો નોંધણી ક્રમાંક, ઓર્ડર ક્રમાંક, ઓર્ડરની તારીખ, ઓર્ડરનો સમય, સોદાનો ક્રમાંક, સોદાનો ડર, જથ્થો, લવાદની કલમ, વગેરે જેવી તમામ સંબંધિત માહિતી હોય તે વાતની ખાતરી કરી લો.
- સભ્ય પાસે માર્જિન પેટે જમા કરાયેલી કોલેટરલની રસીદ મેળવી લો.
- આપના અધિકારો તથા સભ્યની જવાબદારીઓ જાણવા માટે એક્સચેન્જનાં અને નિયામકો, સરકાર તથા અન્ય સત્તાવાળાઓનાં નિયમો, પેટા નિયમો, નિયમનો, પરિપત્રકો, નિર્દેશો, જાહેરનામાં તથા ગ્રાહક-ટ્રેડિંગ સભ્ય વચ્ચેના કરારની વિગતો વાંચી જાઓ.
- સોદા કરતાં પહેલાં આપના મનમાં કોઇ સવાલ અથવા શંકા હોય તો સભ્ય પાસેથી તેના વિશે સ્પષ્ટતા માગી લો.
- દરેક પતાવટનું બિલ મેળવી લેવાનો આગ્રહ રાખો.
- આપના લેજર એકાઉન્ટનું માસિક સ્ટેટમેન્ટ મેળવવાનો આગ્રહ રાખો તથા તેમાં કોઇ ત્રુટિ હોય તો કામકાજના સાત દિવસની અંદર સભ્યને તેની જાણ કરો. ત્રુટિ જણાવવાનું કારણ ઊભું થયું હોય તેના પંદર દિવસની અંદર જો સભ્ય પાસેથી સંતોષજનક જવાબ મળે નહીં તો તેની જાણ એક્સચેન્જને કરો.
- આપને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી મળતા સોદાનાં અને હોલ્ડિંગનાં સ્ટેટમેન્ટને બારીકાઇથી તપાસી લો.
- ડીપીએ આપેલી ડિલિવરી ઇન્સ્ટ્રક્સન સ્લિપ (ડીઆઈએસ) બુક જતનપૂર્વક સંભાળીને રાખો.
- ડીઆઈએસ બુકમાં ડીઆઈએસ નંબર પહેલેથી જ છપાયેલા હોય અને આપનો એકાઉન્ટ નંબર (યુસીસી) તેમાં હોય તે વાતની ખાતરી કરી લો.
- જો આપ લાંબા સમય સુધી ટ્રેડિંગ કરવાના ન હો અથવા આપ ખાતાનો વારંવાર ઉપયોગ કરતા ન હો તો આપના ડિમેટ ખાતાને સ્થગિત કરીને રાખો.
- આવશ્યક માર્જિન સમયસર ચૂકવી દો. ફક્ત ચેક દ્વારા તેની ચૂકવણી કરો અને સભ્ય પાસેથી તેની રસીદ મેળવી લો.
- વેચાણ કર્યું હોય તો કોમોડિટીની ડિલિવરી અથવા ખરીદી કરી હોય તો પૈસાની ચૂકવણી નિર્ધારિત સમયમર્યાદામાં કરી દો.
- ડેરિવેટિવ્ઝ માટેનાં એકાઉન્ટિંગનાં ધોરણોને સમજીને તેનું પાલન કરો.
|
| |
| શું કરવું નહીં? |
- નોંધણી થઇ ન હોય એવા મધ્યસ્થ સાથે કોઇપણ વ્યવહાર કરવો નહીં.
- બજારની બહાર કોઇપણ વ્યવહાર કરવો નહીં. આવા વ્યવહારો ગેરકાનૂની હોવા ઉપરાંત એક્સચેન્જના કાર્યક્ષેત્રની બહારના હોય છે.
- નિશ્ચિત વળતર મળશે એવી કોઇ વાતમાં સભ્ય સાથે ગોઠવણ કરવી નહીં.
- લલચામણી જાહેરાતો, અફવાઓ, પાકી કહેવાતી ટિપ, વળતરના સીધા કે આડકતરા વચનથી ફસાવું નહીં.
- સભ્ય પાસેથી પતાવટની રકમ પેટે કોઇ રોકડ લેવડ-દેવડ કરવી નહીં અને માર્જિન પેટે રોકડ ચૂકવણી કરવી નહીં.
- જોખમસંબંધી જાહેરાતનો કરાર વાંચીને સમજ્યા વગર અને સભ્ય સાથે નિર્ધારિત સ્વરૂપમાં કરાર કર્યા વગર ટ્રેડિંગ શરૂ કરવું નહીં.
- વધુ મૂલ્યના ઓર્ડર ફોન પર આપ્યા હોય તો તે લેખિતમાં પણ આપવાની બાબતે દુર્લક્ષ કરવું નહીં.
- સહી વગરની અથવા ડુપ્લિકેટ કોન્ટ્રેક્ટ નોટ કે કન્ફર્મેશન મેમોનો સ્વીકાર કરવો નહીં.
- અધિકૃત વ્યક્તિએ સહી કરી હોય એવી કોન્ટ્રેક્ટ નોટ/કન્ફર્મેશન મેમોનો સ્વીકાર કરવો નહીં.
- સભ્યને કોમોડિટીની ડિલિવરી કે પેમેન્ટની ચૂકવણી કરવામાં વિલંબ કરવો નહીં.
- રોકાણમાં રહેલાં જોખમોની નોંધ લઇ લેવી.
- સિક્યોરિટીઝ ડિપોઝિટ આપતી વખતે કોરી ડિલિવરી ઇન્સ્ટ્રક્શન સ્લિપ પર સહી કરવી નહીં અને સમય બચાવવાના ઇરાદે તે સ્લિપ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કે બ્રોકર પાસે રહેવા દેવી નહીં.
- કોમોડિટી વાયદામાં વ્યવહાર કરતા એક્સચેન્જ દ્વારા નક્કી કરાયેલા દર કરતાં વધારે બ્રોકરેજની ચૂકવણી કરવી નહીં.
|
ઉપર
|
|
|
|
|
 |
કોમોડિટી વાયદા બજારના વ્યવહારો |
|
|
| શું કરવું? |
- કોમોડિટીઝના વાયદાના વેપારને લગતા ફોરવર્ડ કોન્ટ્રેક્ટ્સ (રેગ્યુલેશન્સ) એક્ટ, 1952ની જોગવાઇઓથી અને તેમાં સમયાંતરે થતા ફેરફારોથી વાકેફ રહો.
- એમસીએક્સમાં વાયદાના વેપાર માટે ઉપલબ્ધ કોન્ટ્રેક્ટને લાગુ પડતા વેચાણ વેરો, વેલ્યુ એડેડ ટેક્સ, એપીએમસી ટેક્સ, મંડી સેસ અને ટેક્સ, ઓક્ટ્રોય, એક્સાઇઝ ડ્યૂટી, સ્ટેમ્પ ડ્યૂટી, વગેરેના દર તથા તેમને સંબંધિત જોગવાઇઓ સમજી લો.
- એક્સચેન્જ તથા વાયદા બજાર પંચે સમયાંતરે બહાર પાડેલાં તથા સંબંધિત વેબસાઇટ પર મુકાયેલાં પરિપત્રકો તથા માર્ગદર્શિકાઓને વાંચી, સમજી તેનાથી વાકેફ રહો.
- આપ જે કોમોડિટીમાં વેપાર કરવા ઇચ્છતા હો તેના કોન્ટ્રેક્ટનાં ધોરણો તથા પરિપત્રકો એક્સચેન્જની વેબસાઇટ પર વાંચી જાઓ તથા તેની કાળજીપૂર્વક નોંધ લો. કોન્ટ્રેક્ટનાં ધોરણોમાં સમયાંતરે ફેરફાર થયા કરતા હોય છે.
- ખરીદી અને વેચાણના સોદાઓ કરતાં પહેલાં તેનું ભાવનિર્ધારણ, ટ્રેડિંગ, ક્લીયરિંગ અને પતાવટનું તંત્ર કઇ રીતે ચાલે છે તેની માહિતી મેળવી લો.
- આપ જે કોમોડિટીમાં વેપાર કરવા ઇચ્છતા હો તેની પ્રોડક્ટ નોટ તથા તે કોમોડિટીના ટ્રેડિંગ અને પતાવટ પર અસર કરનારાં પરિબળો વાંચી જાઓ.
- આપ જે કોમોડિટીમાં વેપાર કરવા ઇચ્છતા હો તેના સંબંધેનાં એક્સચેન્જનાં પરિપત્રકો એક્સચેન્જની વેબસાઇટ પર રાખવામાં આવ્યાં હોય છે તેમાં લખાયેલી ડિલિવરી અને પતાવટની પદ્ધતિ સમજી લો.
- આપ જે કોમોડિટીમાં વેપાર કરવા ઇચ્છતા હો તેના ઐતિહાસિક ભાવ તથા મોસમી ભાવની હિલચાલનો અભ્યાસ કરો.
- આપ જે કોમોડિટીમાં વેપાર કરવા ઇચ્છતા હો તેના વિશે સમયાંતરે જાહેર કરવામાં આવેલી સરકારની નીતિવિષયક જાહેરાતોથી વાકેફ રહો.
- કોમોડિટી વાયદામાં રોકાણ કરવા માટે આપની વિવેકબુદ્ધિ વાપરો અને સંપૂર્ણ માહિતી કર્યા બાદ જ નિર્ણય લો.
- ટેક્સેશન અને કેન્દ્ર કે રાજ્ય સરકારના અન્ય નિયમનકારી મુદ્દાઓનું પાલન કરો.
- એમસીએક્સે જાહેર કરેલાં નિયમો, પેટા નિયમો, નિયમનો, પરિપત્રકો અને નિર્દેશો જાણી લો.
- વાયદાના ટ્રેડિંગમાં વિવિધ પ્રકારનાં માર્જિન ભરવાનાં રહેતાં હોવાથી બજારમાં આપના ઓળિયાંને સંબંધિત જોખમોથી તથા સમયાંતરે માર્જિન માટે અપાતા કૉલથી માહિતગાર રહો.
- આપનાં વાયદાનાં ઓળિયાં સંબંધે દૈનિક ધોરણો સભ્ય સાથે માર્ક ટુ માર્કેટ માર્જિનનો હિસાબ ચૂકતે કરો.
- આપ વધારેમાં વધારે કેટલું જોખમ લઇ શકો છો તે નક્કી કરી લો અને તેના આધારે સ્ટોપ લોસની મર્યાદા નક્કી કરો. વધુ નુકસાન થાય નહીં તે માટે આપે નિર્ધારિત કરેલી સ્ટોપ લોસની મર્યાદાએ આપનાં ઓળિયાં સુલટાવી દો.
- કોઇ સમસ્યા કે શંકા હોય તો એક્સચેન્જની હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો અથવા અહીં ઇ-મેઇલ કરવોઃ customersupport@mcxindia.com
|
| |
| શું ન કરવું? |
- બજારમાં ચાલતી અફવાઓથી છેતરાવું નહીં.
- જ્યાં સુધી પોતાને ખાતરી થાય નહીં ત્યાં સુધી વિશ્લેષકો/સલાહકારો/નિષ્ણાતો/બજારના મધ્યસ્થીઓએ આપેલા સીધા કે આડકતરા વચનના આધારે પગલું ભરવું નહીં.
- પૂરતી તપાસ કર્યા વગર વિવિધ અખબારો/સામયિકો તથા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં આવેલા અહેવાલો/આગાહીઓના આધારે ટ્રેડિંગના નિર્ણયો લેવા નહીં.
- કોમોડિટી બજારમાં ચાલતી કહેવાતી તેજી કે મંદીના આધારે સોદા કરવા નહીં.
- કોઇપણ પ્રોડક્ટને સંબંધિત જોખમોને જાણ્યા વગર તેમાં ટ્રેડિંગ કરવું નહીં.
|
ઉપર
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
| |
|
|
|
 |
|
|
કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS "MCX <space>
<Commodity Name>" લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|
|