કંપનીની કોર્પોરેટ ગવર્નન્સ (કંપની સુવહીવટ)ની વિચારધારાનો હેતુ શેરધારકો માટેનું મૂલ્ય વધારવાનો છે. કોર્પોરેટ ગવર્નન્સની વિચારધારા શેરધારકોના હિત અને કંપનીની બિઝનેસની જરૂરિયાતોને અનુસરીને ચાલે છે. કોર્પોરેટ ગવર્નન્સનો સિદ્ધાંત કંપનીની કોર્પોરેટ ગવર્નન્સની વિચારધારાનો પાયો છે.
કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતોનું પાલન કરીને શેરધારકોના લાંબા ગાળાનાં હિતોને સાચવવામાં આવે છે. વૈશ્વિક પરિસ્થિતિ સાથે કદમ મેળવવા સાથે કંપની નવી માગને પહોંચી વળવા માટે સતત સંશોધન કરીને ગવર્નન્સની રસમો અપનાવી રહી છે. તેનાથી કંપનીને વ્યવહારકુશળતા મળે છે, જેનાથી કંપની પોતાના શેરધારકોને મહત્તમ મૂલ્ય બક્ષવાના લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ નીવડે છે.
કંપનીની ગવર્નન્સની વિચારધારા કંપનીના બિઝનેસને લગતાં પાસાંની યોગ્ય અને પારદર્શક જાહેરાત, નાણાકીય કામગીરી અને શેરધારકોના હિતોને સ્પર્શતી અન્ય બાબતો પર આધારિત છે.