એમસીએક્સના પેટા નિયમોમાં નક્કી કરાયા મુજબ એક્સચેન્જમાં થતા વેપાર, કોન્ટ્રેક્ટ અને સોદાની બાબતે સભ્યો વચ્ચે અથવા સભ્ય અને ગ્રાહક વચ્ચે કોઈ દાવો, મતભેદ કે વાદ થાય તો સમાધાનની પ્રક્રિયાથી તેનો નિવેડો લાવવામાં આવશે અને તેમાં જો કોઈ સમજૂતી નહીં થાય તો પેટા નિયમોમાં કહ્યા પ્રમાણે લવાદથી તેનો નિવેડો લાવવામાં આવશે, અને તેમાં જો કાઈ સમજૂતી નહીં થાય તો પેટા નિયમોમાં કહ્યા પ્રમાણે લવાદથી તેનો હલ કાઢવામાં આવશે. લવાદની આ કાર્યવાહી એક્સચેન્જે નીમેલા વિષ્ટિકારોના પંચમાંથી પસંદ કરાયેલા વિષ્ટિકારો દ્વારા ચલાવવામાં આવશે.
પેટા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે લવાદના પંચને મામલો સોંપાયા બાદ ત્રણ મહિનાની અંદર લવાદનો ચુકાદો આપવાનો રહેશે. સંબંધિત પક્ષો કે પંચ અરજી કરે તો મૅનેજિંગ ડિરેક્ટર અથવા સંબંધિત સત્તાધીશ ચુકાદો આપવાની મુદતને લંબાવી શકે છે.
એક્સચેન્જના સભ્યની વિરુદ્ધ લવાદનો ચુકાદો આવ્યા બાદ તે સમયે એક્સચેન્જમાં જે નિયમો અને નિયમનો લાગુ હશે તેના આધારે એક્સચેન્જ કાર્યવાહી કરશે.