|
|
|
|
|
|
|
|
|
|
| સામાન્ય પ્રશ્નો |
| |
| |
| |
 |
લવાદ એટલે શું ? |
|
|
| એક્સચેન્જમાં થયેલા સોદાઓની બાબતે સભ્યો વચ્ચે અથવા સભ્ય અને તેમનાં ઘટકો (એટલે કે ટ્રેડિંગ સભ્યના ગ્રાહકો) વચ્ચે થયેલા વાદનો નિવેડો લાવવા માટે એક્સચેન્જે પૂરું પાડેલું એક વૈકલ્પિક તંત્ર એટલે લવાદ. ઝઘડાના નિકાલ માટેની બીજી વ્યવસ્થા કરતાં આ પ્રક્રિયા પ્રમાણમાં ઝડપી છે. સામા પક્ષ દ્વારા અથવા એક્સચેન્જની તકરાર નિવારણ પ્રક્રિયા મારફતે ફરિયાદનો સંતોષકારક નિવેડો આવ્યો નથી એવું કોઈ પક્ષકારને લાગે તો પક્ષકારો લવાદનો વિકલ્પ અપનાવી શકે છે. |
|
|
|
 |
લવાદ માટેની અરજી કોણ કરી શકે ? |
|
|
| વાદનો કોઇપણ પક્ષ તકરારના કાનૂની નિવારણ અર્થે લવાદ માટે અરજી કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રાહકો કે ટ્રેડિંગ સભ્ય લવાદ માટે અરજી કરી શકે છે. |
|
|
|
 |
વિષ્ટિકાર કોણ બની શકે ? |
|
|
| એક્સચેન્જ વિષ્ટિકાર બનાવાને પાત્ર હોય એવી વ્યક્તિઓની યાદી બનાવે છે. જે વ્યક્તિઓનો આ યાદીમાં સમાવેશ થાય તેઓ પોતપોતાને સંબંધિત ક્ષેત્રોમાં કૌશલ્ય ધરાવતી હોય છે. આ વ્યક્તિઓમાં બૅન્કિંગ, આર્થિક બાબતો, કાયદો (ન્યાયમૂર્તિ) અને મૂડી બજાર (બ્રોકર) જેવાં ક્ષેત્રોના નિષ્ણાતો છે. |
|
|
|
 |
એક્સચેન્જની લવાદની સુવિધાનો ઉપયોગ કોણ કરી શકે ? |
|
|
| એક્સચેન્જની લવાદની સુવિધાનો ઉપયોગ આ લોકો કરી શકે છેઃ |
- એક્સચેન્જમાં ટ્રેડિંગ સભ્યો મારફતે જેમણે વ્યવહાર કર્યો હોય અને જેમની પાસે તે ટ્રેડિંગ સભ્યે આપેલી એક્સચેન્જની પ્રમાણભૂત કોન્ટ્રેક્ટ નોટ હોય તે રોકાણકાર
- અન્ય ટ્રેડિંગ સભ્ય અથવા કોઈ ઘટક સાથે દાવો કે મતભેદ ધરાવનાર ટ્રેડિંગ સભ્યો
|
|
|
|
 |
લવાદ માટે અરજી કરતી વખતે કયાં અલગ અલગ અરજીપત્રકો/દસ્તાવેજો સુપરત કરવાના હોય છે ? |
|
|
લવાદ માટે અરજી કરતી વખતે સુપરત કરવાના દસ્તાવેજોની યાદી આ પ્રમાણે છેઃ
ફરજિયાત
- અરજીપત્રક 1 - લવાદ માટેની અરજી
- અરજીપત્રક 2 - વિષ્ટિકારની પસંદગી ઉતરતા ક્રમમાં જણાવવા માટે
- કેસની વિગતો - કેસની તારીખ સાથેની ટૂંકી વિગતો, દાવાની રકમની ગણતરીનો આધાર તથા લવાદ મારફતે માગવામાં આવેલી દાદ
- લવાદના ખર્ચ પેટે આપવાનો ચેક/પે ઓર્ડર/ડિમાન્ડ ડ્રાફ્ટ
અતિરિક્ત દસ્તાવેજો *
- ભંડોળની બાબતે તકરાર હોય તો એકાઉન્ટ્સનું સ્ટેટમેન્ટ
- કેસને સંબંધિત અથવા લવાદના આદેશ પ્રમાણે કોન્ટ્રેક્ટ નોટ અને બિલની નકલો
* અરજી કરતી વખતે ગ્રાહકો પાસે અતિરિક્ત દસ્તાવેજો ન હોય તો પછીથી પણ આપી શકાય છે. |
|
|
|
 |
લવાદ માટે અરજી કરવા અરજીપત્રકો ક્યાંથી મેળવી શકાય ? |
|
|
| લવાદનાં અરજીપત્રકો એક્સચેન્જની વેબસાઈટ http://www.mcxindia.com પર ઉપલબ્ધ છે. અરજદાર તે ડાઉનલોડ કરી શકે છે અથવા એક્સચેન્જને અરજી કરવા માટે તે અરજીપત્રકોનો ઉપયોગ કરી શકે છે. ગ્રાહકો પોતાના સંપૂર્ણ પોસ્ટલ એડ્રેસ સાથે grievance@mcxindia.com ખાતે ઈ-મેઇલ કરી શકે છે, જેથી તેમને ટપાલ મારફતે અરજીપત્રકો મોકલી શકાય. |
|
|
|
 |
ગ્રાહક ટ્રેડિંગ સભ્યના વિરોધમાં ક્યાં લવાદનો દાવો કરી શકે છે ? |
|
|
| ગ્રાહક પોતે જે રાજ્યમાં રહેતા હોય તેને આવરી લેતા મુંબઈ, દિલ્હી, કોલકાતા કે ચેન્નઈના પ્રાદેશિક લવાદ કેન્દ્રમાં અરજી કરી શકે છે. |
| |
|
|
|
 |
લવાદ માટે અરજી કરતી વખતે એક્સચેન્જમાં લવાદની કેટલી ફી જમા કરવી પડે છે? |
|
|
| ટ્રેડિંગ સભ્યે અરજદાર કે પ્રતિવાદી તરીકે અરજી કરવી હોય તો દાવાની રકમના આધારે નીચે જણાવ્યા મુજબની રકમ એક્સચેન્જમાં જમા કરવાની હોય છેઃ |
 |
| અનુક્રમ |
દાવાની રકમ |
જમા કરવાની રકમ |
| 1 |
રૂ।. 5,00,000 સુધી |
રૂ।. 8,000 |
| 2 |
રૂ।. 5,00,001થી રૂ।. 25,00,000 |
રૂ।. 10,000 |
| 3 |
રૂ।. 25,00,000 અને તેના કરતાં વધારે |
રૂ।. 14,000 |
|
 |
| રોકાણકારે (ટ્રેડિંગ સભ્યના ઘટકે) અરજદાર કે પ્રતિવાદી તરીકે અરજી કરવી હોય તો દાવાની રકમના આધારે નીચે જણાવ્યા મુજબની રકમ એક્સચેન્જમાં જમા કરવાની હોય છેઃ |
 |
| અનુક્રમ |
દાવાની રકમ |
જમા કરવાની રકમ |
| 1 |
રૂ।. 5,00,000 સુધી |
શૂન્ય* |
| 2 |
રૂ।. 5,00,001 થી રૂ।. 25,00,000 સુધી |
રૂ।. 8,000 |
| 3 |
રૂ।. 25,00,000 અને તેના કરતાં વધારે |
રૂ।. 14,000 |
|
 |
* રૂ।. 5 લાખ સુધીના દાવા માટેના લવાદનો ખર્ચ ઘટક વતી એક્સચેન્જ ઉપાડી લે છે.
પ્રતિદાવો કરવામાં આવે અને/અથવા વધારાનો દાવો કરવામાં આવે તો તેના સંબંધિત પક્ષોએ પોતાને લાગુ પડે તે રકમ ઉપરોક્ત માળખાના આધારે જ જમા કરવાની રહેશે.
એક્સચેન્જને એમ લાગે કે ઉપરોક્ત ડિપોઝિટમાંથી લવાદનો ખર્ચ નીકળતો નથી તો તે વધારે ડિપોઝિટ માગી શકે છે. વધારાની ડિપોઝિટને પણ ડિપોઝિટનો જ ભાગ ગણવામાં આવશે અને તે પ્રમાણે જ તેની ગણતરી થશે. |
|
|
|
 |
વાદના સંબંધિત પક્ષકારોએ બીજી કઈ ફી, ચાર્જ કે ખર્ચ ભોગવવાં પડે છે ? |
|
|
| લવાદની નિમણૂક તથા લવાદની કાર્યવાહી ચલાવવાને લગતા તમામ ચાર્જ અને ફી કેસના પક્ષકારો સમાન ભાગે અથવા લવાદ નક્કી કરે તે માત્રામાં ભોગવશે. આ ચાર્જ-ફી લવાદની અરજી કરતી વખતે ભરેલી ડિપોઝિટની રકમમાંથી વસૂલ કરવામાં આવશે અને જો કાઈ રકમ બાકી રહેશે તો પક્ષકારોને પરત આપવામાં આવશે. ફી અને ચાર્જીસ ઉપરાંત કોઈ ખર્ચ હશે તો તે લવાદ નક્કી કરશે. લવાદ બીજી કોઈ સૂચના આપે નહીં તો દરેક પક્ષકારે પ્રવાસનો અને અન્ય ખર્ચ જાતે ભોગવવા પડશે. |
|
|
|
|
 |
કોઈ દાવો, મતભેદ કે તકરાર હોય તો લવાદ માટેની અરજી કરવા માટેની સમયમર્યાદા કેટલી હોય છે ? |
|
|
| છેલ્લા સોદા કે ડિલિવરી કે ચૂકવણીની તારીખથી 1 વર્ષની અંદર લવાદ માટે અરજી કરવાની હોય છે. |
|
|
|
 |
વિષ્ટિકારની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે ? |
|
|
| દાવાની રકમના આધારે વિષ્ટિકારની નિમણૂક કરવામાં આવે છે. જો દાવાની રકમ દશ લાખ કે તેનાથી ઓછી હોય તો એક જ વિષ્ટિકારની નિમણૂક કરવામાં આવે છે અને જો રકમ દશ લાખ કરતાં વધારે હોય તો ત્રણ વિષ્ટિકારોની ટુકડીની નિમણૂક કરવામાં આવે છે. |
|
|
|
 |
દાવો, મતભેદ કે વાદ નાની રકમ માટે હોય તો સભ્ય સુનાવણી મારફતે નિવેડો લાવવાની વિનંતી કરી શકે ? |
|
|
| દાવો, મતભેદ કે વાદની રકમ એક લાખ અથવા તેના કરતાં ઓછી હોય તો પક્ષકારોને સુનાવણીની સુવિધા આપવામાં આવતી નથી. જો કે, દાવો, મતભેદ કે વાદની રકમ એક લાખ કરતાં વધારે હોય તો વિષ્ટિકાર સુનાવણી કરાવશે. જો કે, તેના માટે બન્ને પક્ષોએ પોતે સુનાવણી માટેના અધિકારને લેખિતમાં જતો ન કર્યો હોવો જોઈએ. |
|
|
|
 |
એક વિષ્ટિકાર કે વિષ્ટિકારોનું પંચ સુનાવણીને માકૂફ રાખી શકે ? |
|
|
| હા, જો બન્ને પક્ષોમાંથી કોઈપણ એકે આવી સુનાવણી મોકુફ કરાવવી હોય તો તેમણે એક્સચેન્જને લેખિતમાં અગાઉથી અરજી કરવી પડે અને તેમાં મોકૂફી ઈચ્છવા માટેનાં કારણો આપવાં પડે. આમ કરવાથી એક્સચેન્જને- વિષ્ટિકારને કાર્યવાહી કરવા માટે પૂરતો સમય મળી રહે છે. વિષ્ટિકાર પોતાની મુનસફી પ્રમાણે મોકૂફી માટે મંજૂરી આપી શકે છે. |
|
|
|
 |
બન્ને પક્ષને માન્ય એવી શરતોના આધારે ચુકાદો આપી શકાય ? |
|
|
| હા, વિષ્ટિકારની નિમણૂક બાદ પક્ષકારો પરસ્પર સમજૂતી કરી લે તો વિષ્ટિકાર બન્ને પક્ષોને માન્ય શરતોના આધારે વાદનો હલ થયાની નોંધ લવાદના ચુકાદાના સ્વરૂપે કરી લેશે. |
|
|
|
 |
એક વિષ્ટિકાર કે વિષ્ટિકારોનું પંચ કઈ રીતે ચુકાદાની જાણ કરે છે ? |
|
|
| ચુકાદાની જાણ લેખિતમાં કરવામાં આવે છે અને એક જ વિષ્ટિકાર હોય તો એકની અને પંચ હોય તો ત્રણેની સહી અને તારીખ સાથે ત્રણ મૂળ પ્રતમાં ચુકાદો આપવામાં આવે છે. |
|
|
|
 |
વાદ ધરાવતા પક્ષો દાવાની રકમ પર વ્યાજ માગી શકે ? |
|
|
| વિષ્ટિકારને યોગ્ય લાગે તે વ્યાજદર અને મુદત માટે દાવાની રકમ પર વ્યાજ લગાડવામાં આવી શકે છે. |
|
|
|
 |
એક્સચેન્જમાં થયેલી લવાદની સામે અપીલમાં જવાની જોગવાઈ છે ? |
|
|
| ના. આમ છતાં કોઈ પક્ષકારને લવાદના ચુકાદાથી અસંતોષ હોય તો લવાદ ધારાની જોગવાઈ મુજબ સક્ષમ અદાલતમાં તેની સામે અપીલ કરી શકાય છે. જો કે, આવી અપીલ કરતાં પહેલાં ચુકાદાની રકમ એક્સચેન્જમાં જમા કરવી પડશે. તે રકમને સાચવી રાખવામાં આવશે અને અદાલતના ચુકાદા અનુસાર તેનો વહીવટ કરવામાં આવશે. |
|
|
|
 |
ચુકાદો કાયમી ક્યારે બને છે ? |
|
|
| ચુકાદો રદ કરવા માટેની અરજી કરવાની મુદત પૂરી થઈ ગયા બાદ અર્થાત્ ચુકાદો અપાયાના ત્રણ મહિના બાદ અથવા ચુકાદો રદ કરવાની અરજીને યોગ્ય અદાલતે સ્વીકારી ન હોય ત્યારે તે ચુકાદો કાયમી બને છે. આ સ્થિતિમાં 1996ના આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ મુજબ ચુકાદો અદાલતનો હુકમ હોય એ જ રીતે લાગુ થશે. |
|
|
|
| |
|
ઉપર
|
|
| |
|
|
|
 |
|
|
કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS "MCX <space>
<Commodity Name>" લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|
|