રોકાણકારો પોતાની ફરિયાદોના નિકાલ માટે એક્સચેન્જના કાયદા વિભાગના ઈન્વેસ્ટર ગ્રીવન્સીસ ડિવિઝન (આઈજીડી)નો સંપર્ક સાધી શકે છે. સભ્ય અને ફરિયાદનો સમન્વય કરાવીને વિવાદનો નિવેડો લાવવાનું તંત્ર એક્સચેન્જ પાસે છે.
નિર્ધારિત ફોર્મમાં ફરિયાદ મળતાં જ એક્સચેન્જ સૌપ્રથમ સભ્ય અને ફરિયાદીનો સંપર્ક સાધીને ફરિયાદનો નિકાલ લાવવાનો પ્રયત્ન કરે છે. એક્સચેન્જ પરસ્પર પતાવટની પ્રક્રિયા દ્વારા ફરિયાદનો નિકાલ લાવવા પક્ષકારોને યોગ્ય સલાહ પણ આપે છે. ફરિયાદોનો નિકાલ સામાન્ય પણે સાંઠ (60) દિવસમાં લાવવામાં આવે છે. ત્યાર બાદ પણ નિકાલ ન આવે તો તેને લવાદ ના હવાલે કરવામાં આવે છે.