|
|
|
|
|
|
|
|
|
|
| કોર્પોરેટ નાગરિકત્વ |
| |
| |
| |
ભારતના પ્રથમ ક્રમાંકિત કોમોડિટી એક્સચેન્જ તરીકે એમસીએક્સ સમાજ પાસેથી મેળવેલું તેને જ પાછું આપીને સારા કોર્પોરેટ નાગરિક બનવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. ભારતના ખેડૂત સમુદાય સુધી પહોંચવા માટેના ઉદ્દેશના ભાગરૂપે અમે કોર્પોરેટ સોશિયલ ઓપોર્ચ્યુનિટીની વિચારધારા હેઠળ કાર્ય કરીએ છીએ. અમે ભારતના વિશાળ કૃષિ ક્ષેત્રને કોમોડિટીના ઉત્પાદકો અને વપરાશકર્તાઓના વૈશ્વિક નેટવર્ક સાથે સાંકળવા માગીએ છીએ. ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે ઈએમપીઆઈ-ઈન્ડિયન એક્સપ્રેસ એવોર્ડ્સ 2006 પ્રાપ્ત કર્યું તે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ.
વૈશ્વિક પર્યાવરણસંબંધી અને સામાજિક સિદ્ધાંતોને સમર્થન આપતી સંયુક્ત રાષ્ટ્રસંઘની ગ્લોબલ કૉમ્પેક્ટ મૂવમેન્ટ (સમગ્ર વિશ્વમાં અસર કરતી ચળવળ)માં પણ એમસીએક્સ સહભાગી છે. સી.આઈ.આઈ.ના પશ્ચિમ વિભાગની સીએસઓ સમિતિમાં પણ તે છે અને તેમના વિવિધ સંયુક્ત કાર્યક્રમોમાં ભાગ લે છે.
એમસીએક્સ અને ઈન્ડિયા પોસ્ટના સંયુક્ત પ્રયાસ - ગ્રામીણ સુવિધા કેન્દ્ર નાના ગામની પોસ્ટ ઓફિસને સમગ્ર ભારત સાથે સાંકળીને ઇલેક્ટ્રોનિક માધ્યમથી ભાવની માહિતીનો પ્રસાર કરે છે. તેની મદદથી ખેડૂતો કયો પાક વાવવો અને સારી આવક થાય તે રીતે ક્યારે ઉત્પાદન વેચવું તેનો નિર્ણય લઇ શકે છે. |
| |
|
|
| |
|
|
|
 |
|
|
કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS "MCX <space>
<Commodity Name>" લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|