એમસીએક્સનો ઉદ્દેશ છે. અમે પર્યાવરણની કાળજી રાખી વીજળીનો ઓછો ઉપયોગ કરવાનો અને બગાડ ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ. અમે રિસાઈક્લિંગની સલામત વ્યવસ્થા અપનાવીએ છીએ. એમસીએક્સના મુખ્ય મથકની નવી ઇમારત - એક્સચેન્જ સ્ક્વેરમાં વીજળીની બચત માટેના વૈશ્વિક ધોરણે અપનાવાયેલા
ખાસ ઉપાયો કરવામાં આવ્યા છે. અમે વીજળીની બચત કરવા માટે ડબલ વેક્યુમ ઘરાવતી કાચની બારીઓ રખાવી છે.
ભારતનું પ્રથમ ગ્રીન એક્સચેન્જઃ એમસીએક્સનું કામકાજ લગભગ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક છે અને તેથી કાર્બનનું નિર્માણ થતું નથી. ગ્રીનહાઉસ ગેસના નિર્વહનની સામેની વૈશ્વિક ઝુંબેશમાં ભારતના યોગદાનને વધારવા માટે એમસીએક્સે જાન્યુઆરી, 2008માં કાર્બન ક્રેડિટનો વાયદાનો વેપાર શરૂ કર્યો. તેને પગલે ક્યોટો પ્રોટોકોલ હેઠળના ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ (સીડીએમ) પ્રોજેક્ટોના ભારતીય માલિકો પોતે કમાયેલી કાર્બન ક્રેડિટને કોઇપણ ભાવતાલ વગર યોગ્ય બજારભાવે વેચી શકે છે. ભારતીય નાના-મધ્યમ કદના એકમોને કાર્બન ક્રેડિટના વૈશ્વિક બજારમાં નડતી સમસ્યાઓનો આ રીતે અંત આવ્યો છે.
એમસીએક્સનું કામકાજ પર્યાવરણને અનુકૂળ રીતે ચાલતું હોવાથી તથા કાર્બન ક્રેડિટના વાયદાનો વેપાર શરૂ કરવાથી એમસીએક્સને ભારતના પ્રથમ ‘ ગ્રીન એક્સચેન્જ ‘ તરીકેનું બિરુદ મળ્યું છે. જાણીતી સ્વૈચ્છિક સંસ્થા - પ્રિયદર્શિની એકેડેમી વતી નોબેલ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકારી અધ્યક્ષ ડૉ. માઇકલ નોબેલના હસ્તે એમસીએક્સને આ બિરુદ એનાયત કરવામાં આવ્યું હતું.