 |
સહયોગ- તાતા પાવર સાથે સહકાર |
|
|
 |
ભારતનું અગ્રણી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ વાયદાના વેપારના લાભ ખેડૂતો સુધી પહોંચાડવાની તથા ભારતના ખૂણેખાંચરે પહોંચવાની યોજના ધરાવે છે. તેના ભાગરૂપે તેણે ભારતની સૌથી મોટી સર્વાંગી ખાનગી વીજકંપની |
તાતા પાવર કંપની લિમિટેડ (ટીપીસીએલ) સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
આ સહકાર દ્વારા વાયદાના ભાવની માહિતી મહારાષ્ટ્રનાં 25 ગામના ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. તાતા પાવર આ ગામોમાં પોતાના પ્રકલ્પ ધરાવે છે અને સીએસઆર પ્રવૃત્તિ કરે છે. આ સહકારને ‘સહયોગ’ નામ આપવામાં આવ્યું છે. ખેડૂતોને બજાર વિશેની માહિતી વૈકલ્પિક માર્ગે મેળવી આપવા માટે અને કૃષિ કોમોડિટીઝના હાજર તથા વાયદાના ભાવનો પ્રસાર કરવાની સાથે સાથે તેમને સલાહકારી સેવાઓ આપવા માટે આ સહકાર સાધવામાં આવ્યો છે. ઉક્ત માહિતીની મદદથી ખેડૂતો પોતાના ઉત્પાદનનો વધારે ભાવ મેળવી શકે છે.
આ યોજના હેઠળ એમસીએક્સ ખેડૂતોની ક્ષમતા અને જાગરુકતા વધારવા માટેના કાર્યક્રમો રાખશે. તેમાં તમામ અભ્યાસ સામગ્રી અને ભાવસંબંધી જાણકારી આપશે અને સંબંધિત પ્રવૃત્તિઓ કરશે. તાતા પાવર માહિતીના પ્રસાર માટે ગ્રામ સ્તરે પ્રતિનિધિઓની નિમણૂક કરશે અને તાજી માહિતી મળે તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે. યોજના પૂરી થયા બાદ પણ માહિતી મળવાનું ચાલુ રહેશે. |
|
|
|
|
|
 |
ઈન્ડિયન ઓઇલ
કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ) સાથે સહયોગ |
|
|
| મલ્ટી કોમોડિટી એક્સચેન્જે પોતાની કોર્પોરેટ સોશિયલ ઓપોર્ચ્યુનિટીસ (સીએસઓ)ની પ્રવૃત્તિઓને વેગવાન બનાવવાના ઉદ્દેશથી ખેડૂતોને કોમોડિટીના ભાવ વિશેની માહિતી પૂરી પાડવા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસીએલ) સાથે 27મી માર્ચ, 2008ના રોજ કરાર કર્યા. તેના સમજૂતીપત્ર પર એમસીએક્સના જોઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટર શ્રી લેમન રુટેન અને ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસીએલ)ના રિટેલ જનરલ મૅનેજર શ્રી કે. આર. સુરેશ કુમારે હસ્તાક્ષર કર્યા હતા. આઇઓસીએલે ખેડૂતોના લાભાર્થે એમસીએક્સમાં જેના વેપાર થાય છે તે કોમોડિટીના ભાવ દર્શાવતાં પાટિયાં પોતાના પેટ્રોલ પંપ પર મૂકવા માટે તૈયારી બતાવી છે. |
|
|
|
|
|
|
 |
પ્રગતિ-
રોટરી ઈન્ટરનેશનલ સાથે સહયોગ |
|
|
| રોટરી ઈન્ટરનેશનલ અને એમસીએક્સે સંયુક્તપણે 13 જાન્યુઆરી, 2007ના રોજ ‘પ્રગતિ’ નામે સીએસઆર પ્રકલ્પની શરૂઆત કરી. ‘પ્રગતિ’નો હેતુ શિક્ષણ અને જાગરૂકતા દ્વારા સશક્તિકરણ કરીને ગ્રામીણ પ્રદેશમાં આર્થિક વિકાસ સાધવાનો છે. રોટેરિયનોને વિવિધ કાર્યશાળા દ્વારા કોમોડિટી બજારનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ અભિયાનને પગલે કૃષિ ક્ષેત્રમાં તકો, વાયદા વેપારનું આર્થિક મહત્ત્વ, વાયદાના ભાવનો ફેલાવો, વેરહાઉસિંગની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, વેરહાઉસ રસીદો, વેરહાઉસ રસીદ સામે ધિરાણ, કોમોડિટીનું ગ્રેડિંગ, ખેતીની સારી પદ્ધતિઓ અને ગુણવત્તાનાં ધોરણો બાબતે જાગરૂકતા આવશે. |
|
|
|
|
 |
એમ.એસ..સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન (એમએસએસઆરએફ) |
|
|
| એમસીએક્સ અને એમએસએસઆરએફના સંયુક્તપણે એમએસએસઆરએફનાં 38 વિલેજ રિસોર્સ સેન્ટર્સ/વિલેજ નૉલેજ સેન્ટર્સના નેટવર્ક દ્વારા દક્ષિણ ભારતના ખેડૂતો સુધી પહોંચી રહ્યાં છે. વીઆરસીની ઈમારત સ્થાનિક જાણકારી ભેગી કરીને તેને ખેડૂતો સુધી પહોંચાડશે. એમસીએક્સ આ કેન્દ્રોને વાયદાના અને હાજર ભાવ પૂરા પાડવા કૃતનિશ્ચય છે. |
|
|
|
|
 |
ધ એનર્જી
રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (ટેરી) સાથે સહયોગ |
|
|
| એમસીએક્સે ટેરી સાથે મળીને સુપી (મુક્તેશ્વર) અને સાહિયા (દહેરાદૂન) ખાતે કિઓસ્ક બેસાડવામાં હિસ્સેદારી કરી છે. સ્થાનિક બાળકોને અને લોકોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપવાનો તથા ખેતીને લગતા ખેડૂતોના સવાલો અંગે સૂચનો આપવાનો તેનો ઉદ્દેશ છે. |
|
|
|
|
 |
કાર્ડિનલ એજ
|
|
|
| એમસીએક્સે કાર્ડિનલ એજ (સીઈ) નામની મૅનેજમેન્ટ કન્સલ્ટિંગ સંસ્થા સાથે સહયોગ સાધ્યો છે. આ સંસ્થા વિવિધ પ્રકારની યોજનાઓ માટે કન્સલ્ટન્ટ તરીકે અને યોજનાનો અમલ કરનાર તરીકે કાર્ય કરે છે. તેઓ મુખ્યત્વે ગ્રામીણ વિકાસ ક્ષેત્રે કામ કરી જાણે છે. તે કામમાં પણ તેઓ જોખમ સંચાલનમાં નિપૂણતા ધરાવે છે. કાર્ડિનલ એજે ખેડૂતો વાયદા એક્સચેન્જમાં સહભાગી થઇ શકે તે માટેની કડીઓ જોડવાના અને તે માટેના રસ્તા શોધવાના કાર્યની શરૂઆત કરી છે. |
|
|
|
|
 |
" મેમપાડુથુથલ " - ભાવના પ્રસાર માટે 'એમસીએક્સ' અને 'ધન'નું સંયુક્ત કાર્ય |
|
|
એક્સચેન્જમાં જેના સોદા થાય છે તે કોમોડિટીના ભાવ પોતાના સહભાગીઓ સુધી પહોંચે તેવો એમસીએક્સનો પ્રયાસ હોય છે. આ ઉદ્દેશને પૂરો કરવા માટે એમસીએક્સે ધન ફાઉન્ડેશન સાથે સહયોગ સાધ્યો છે. ડેવલપમેન્ટ ઓફ હ્યુમેન એક્શન (ધન) ફાઉન્ડેશન નવીનતાપૂર્ણ વિચારો તથા સંસ્થાઓ મારફતે નિર્ધનોના જીવનમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો લાવવા માટે કાર્ય કરે છે.
ધન દ્વારા પસંદ કરાયેલાં કેટલાંક ગામોમાં ખેડૂતોને ધન મારફતે કેટલીક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તેમને વધુ સારી એક સુવિધા આપવા ધન અને એમસીએક્સે ભેગા મળીને ''મેમપાડુથુથલ'' નામની સંયુક્ત પહેલ કરી છે. હાજર બજારના તથા એમસીએક્સના વાયદાના ભાવ સંબંધિતો સુધી પહોંચાડવા અને તેના વિશે જાગરૂકતા લાવવા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. એસએમએસ, બ્લેકબોર્ડ, વગેરે માધ્યમો દ્વારા ખેડૂતોને તેમના માટે ઉપયોગી માહિતીઓ પહોંચાડવાનું કાર્ય કરતા ધન ફાઉન્ડેશન મારફતે કૃષિ બજારની તથા ઓનલાઈન ટ્રેડિંગની માહિતી પહોંચાડવાની યોજના ઘડવામાં આવી છે. ધન અત્યારે જે નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતો સાથે કાર્ય કરે છે તેમનું એસોસિયેશન કે ફેડરેશન બનાવીને સંગઠિત કરવાનો પણ વિચાર છે. આ રીતે તેઓ બજારની અને ઓનલાઈન ટ્રેડિંગની માહિતી મેળવ્યા બાદ તેનો ઉપયોગ કરી શકશે અને કૃષિમાંથી વધારે આવક રળી શકશે. કૃષિ ક્ષેત્રમાંથી સ્થિર આવક મેળવવાનો ઉદ્દેશ સાકાર કરવાની દિશામાં આ કાર્ય ઘણું ઉપયોગી થઈ શકે એમ છે. |
|
|
|
|