|
|
|
|
|
|
|
|
|
|
| કંપની અંતર્ગત સીએસઓ |
| |
| |
|
| |
 |
મુંબઈ મેરેથોન |
|
|
મુંબઈમાં 16 જાન્યુઆરી, 2011ના રોજ થયેલી આઠમી મુંબઈ મેરેથોનમાં ફાઈનાન્સિયલ ટેક્નોલોજીસ (એફટી) ગ્રુપની કંપનીઓએ ભરપૂર ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો. સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાની ગ્રુપની પ્રતિબદ્ધતાને અનુસરીને સામાજિક કાર્યને મદદરૂપ થવા માટે વધુ કદમ ઉઠાવવામાં આવી રહ્યાં છે. તેના ભાગરૂપે જ આ દોડમાં ભાગ લેવામાં આવ્યો હતો.
ગ્રુપે મેરેથોનમાં રખાયેલી 'કોર્પોરેટ ચેલેન્જ' નામની શ્રેણી અંતર્ગત યુવા પરિવર્તન (www.yuvaparivartan.org ), સંસ્થાના સમર્થનમાં દોડમાં ભાગ લીધો હતો. આ સંગઠન ખેરવાડી સોશિયલ વેલફેર એસોસિયેશનને શરૂ કરેલી ચળવળ છે. કોઈ સમસ્યાને કારણે ભણતર અધવચ્ચેથી જ છોડી દીધું હોય એવા યુવાનોને રોજગાર રળવાની તક મળે અને તેના દ્વારા તેઓ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે એ પ્રકારનું સર્વાંગી કાર્ય યુવા પરિવર્તને શરૂ કર્યું છે. આવા એક સફળ નમૂનારૂપ કાર્યને અન્યત્ર પણ અનુસરી શકાય એવો તેમનો ઉદ્દેશ છે. એફટી ગ્રુપના 25 કર્મચારીઓ છ કિ.મી.ની 'ડ્રીમ રન'માં દોડ્યા હતા.
આ સહભાગીઓએ યુવા પરિવર્તનના કાર્યનો જાતઅનુભવ પણ મેળવ્યો હતો, જેથી તેઓ ચળવળને વધારે સારી રીતે સમજી શક્યા. |
|
 |
|
|
|
|
 |
બચત અભિયાન |
|
|
| ગ્રુપ સીએસઓએ ટપાલ ખાતાના મહારાષ્ટ્ર સર્કલના સહયોગથી જાન્યુઆરી 2011માં ત્રીજા બચત અભિયાનનો પ્રારંભ કર્યો હતો. કર્મચીઓના પગારમાંથી રકમ સીધી જ ટપાલ ખાતાની રિકરિંગ ડિપોઝિટ યોજનામાં જમા થઈ જાય તે માટેનું આ અભિયાન હતું. તેનો ઉદ્દેશ કર્મચારીઓને સલામત રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. ટપાલ ખાતાના અધિકારીઓએ આ યોજના વિશેના કર્મચારીઓના સવાલોના જવાબ આપ્યા હતા. આ અભિયાન હેઠળ 22 નવાં રિકરિંગ ડિપોઝિટ ખાતાં ખોલવામાં આવ્યાં હતાં. હાલમાં 59 કર્મચારીઓ 80 કરતાં વધારે ખાતાં ધરાવે છે અને દર મહિને કુલ એક લાખ રૂપિયા આ યોજનામાં જમા થાય છે. |
| કર્મચારીઓના સ્વાનુભવ |
| “ટપાલ ખાતાની રિકરિંગ ડિપોઝિટ રોકાણ માટે સલામત, સરળ અને પારદર્શક સાધન છે. પાકતી તારીખે તેમાંથી સંતોષકારક વળતર મળે છે.” |
રાજુ શાહ, એમસીએક્સ |
|
|
|
|
|
|
|
 |
મધ્યાહ્ન ભોજન યોજનામાં સહાય |
|
|
ગ્રુપ સીએસઓએ ઇસ્કોન ફૂડ રિલીફ ફાઉન્ડેશનના સહકારથી મધ્યાહ્ન ભોજન યોજના માટે સહાયભૂત થવાની અનોખી ઝુંબેશ બે દિવસ માટે રાખી હતી. 10 અને 11 માર્ચ, 2011ના રોજ એક્સચેન્જ સ્ક્વેર અને એફટી ટાવર એ બન્ને ઈમારતોમાં કાર્યરત કર્મચારીઓને મધ્યાહ્ન ભોજન યોજનાના કાર્યનો પરિચય કરાવવાના તથા આ કાર્ય માટે ભંડોળ ઊભું કરવાના ઉદ્દેશથી ફાઉન્ડેશનના સ્વયંસેવીઓ આવ્યા હતા.
તે દિવસે મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બાળકોને આપવામાં આવતી સ્વાદિષ્ટ ખીચડી કર્મચારીઓને પણ ચખાડવામાં આવી હતી. શુદ્ધ ઘી તથા ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીથા બનાવાયેલી ખીચડી બપોરના ભોજનના સમયે પીરસવામાં આવી હતી. કર્મચારીઓએ પણ તેનો સ્વાદ લીધો હતો. ફાઉન્ડેશન ભારતનાં વિભિન્ન સ્થળોએ શાળાનાં 6.3 લાખ બાળકોને આવરી લેતી આ યોજના હેઠળ દરરોજ પૌષ્ટિક ખીચડીનું મધ્યાહ્ન ભોજન પીરસે છે.
કર્મચારીઓએ પણ ઉદાર હાથે આ કાર્યમાં સહયોગ આપીને બે દિવસમાં કુલ રૂ।. 2,60,000ની આર્થિક સહાય કરી હતી. રોકડ, ચેક, એટમ એપ્લિકેશન મારફત તથા પગારમાંથી રકમ કાપી લેવાની વિવિધ પદ્ધતિથી અનુદાન આપવામાં આવ્યું હતું. આટલી મોટી રકમ દ્વારા ફાઉન્ડેશનને મદદ કરનારી બે કોર્પોરેટમાં એફટી ગ્રુપને સ્થાન મળ્યું છે. એક કર્મચારીએ સૌથી વધુ એટલે કે રૂ।. 27,000નો ફાળો આપ્યો હતો.
|
| કર્મચારીઓના સ્વાનુભવ |
| “ ભંડોળ ઉઘરાવવાના અમારા કાર્યમાં સક્રિય રીતે સહભાગી થવા બદલ અમે એફટી ગ્રુપના તમામ કર્મચારીઓના આભારી છીએ. તેમણે જે રીતે ઉદાર હાથે સખાવત કરીને આ ઉમદા કાર્યમાં સહયોગ આપ્યો તે જોઇને અમે હર્ષિત થયા છીએ. ” |
કેતન કુંડાળિયા, ઇસ્કોન ફૂડ રિલીફ ફાઉન્ડેશન |
|
|
 |
|
|
|
|
|
ઉપર |
|
| |
| |
|
|
|
 |
|
|
કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS "MCX <space>
<Commodity Name>" લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|
|