|
|
|
|
|
|
|
|
|
|
| ગ્રામીણ સુવિધા
કેન્દ્ર |
| |
| |
| પ્રસ્તાવનાઃ |
| |
|
|
 |
|
એમસીએક્સ સારા ધંધાના વિકાસ અને સમૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ બની રહે એવા સમુદાયોનો વિકાસ કરવા પ્રતિબદ્ધ છે. ભારતના આર્થિક વિકાસમાં વધુ ને વધુ લોકોને આવરી લેવાય તે રીતે અમે અમારી મુખ્ય ક્ષમતાઓનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને, ખેડૂતોને કૃષિસંબંધી માર્કેટિંગ, |
જોખમ સંચાલન અને આર્થિક ક્ષેત્રે સમાન સ્તર અને નવી તકો પૂરી પાડીએ છીએ. સમાજના પાયાના સ્તરના લોકો પર આધારિત હોય એવા વેપારના ટકાઉ વિકલ્પો દર્શાવવા એમસીએક્સે સહયોગીઓ સાથે વિવિધ પ્રકારના સંબંધો કેળવ્યા છે.
અમે જે વ્યાવસાયી રીતે બિઝનેસ કરીએ છીએ તેવી જ રીતે જનસમુદાય માટેની પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ. પ્રગતિની સતત મૂલવણી કરીને, કાર્ય કરવાની વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરીને અને તેમની અસરકારકતાની ચકાસણી તથા નિરીક્ષણ કરીને જેમ બિઝનેસ કરાય છે તે જ પદ્ધતિ આ પ્રવૃત્તિઓમાં પણ અપનાવાય છે.
|
|
| |
ભાવસંબંધી માહિતીનો પ્રસાર એમસીએક્સનું માનવું છે કે ખેડૂતોને હાજર અને વાયદા બજારમાં પોતાના ઉત્પાદનનો શ્રેષ્ઠ ભાવ શું મળે છે તેની માહિતી મળવી જોઇએ. પારદર્શક ભાવતંત્રથી ખેડૂતોને ફાયદાકારક પાક ઉગાડવામાં અને તેના માર્કેટિંગ માટેનો નિર્ણય લેવામાં મદદ મળે છે. અમે દેશભરમાં અલગ અલગ પ્રકારે વિવિધ સ્થળોએ પહોંચી ખેડૂતોને ભાવની માહિતી પહોંચાડીએ છીએ.
પૂરેપૂરી માહિતીના આધારે ખેડૂતો નિર્ણય લઇ શકે તે માટે એમસીએક્સ અને નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડે (એનએસઇએલ) મહારાષ્ટ્ર રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડના સહકારથી નવી મુંબઈના વાશીમાં એપીએમસી ખાતે સૂચના કેન્દ્રની સ્થાપના કરી છે. વેબ પોર્ટલ મારફતે આવશ્યક્તા મુજબના મૅસેજ અને ભાવની માહિતી આપવામાં આવે છે. આ વ્યવસ્થા કેરળ રાજ્ય માહિતી તંત્રજ્ઞાન કાર્યક્રમ અને એમએસએસઆર ફાઉન્ડેશન માટે ઉપયોગમાં લેવાઇ છે.
એમસીએક્સે એસએમએસ મારફતે રિયલ ટાઇમ ભાવ પૂરા પાડવા માટે બીએસએનએલ અને એમટીએનએલના મોબાઇલ નેટવર્ક સાથે સહયોગ સાધ્યો છે. અમારા ટેક્નોલોજી વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને પંજાબની વિવિધ મંડીઓમાં ટિકર મારફતે ભાવની માહિતીના પ્રસારનું કાર્ય કર્યું છે.
મુંબઈમાં ચર્ચગેટ અને સીએસટી સ્ટેશને ભાવની માહિતી આપતાં ટિકર મૂકવામાં આવ્યાં છે. ગ્રામીણ સુવિધા કેન્દ્ર યોજના હેઠળ પોસ્ટ ઓફિસો મારફતે આ કામ કરવામાં આવે છે. ટેક્નોલોજી વિભાગે ટીવી ચેનલોને પણ ભાવની માહિતી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે, જેથી દેશભરમાં માહિતી પહોંચી શકે.
|
| વધુ વિગતો માટે http://gsk.mcxindia.com
|
|
| |
|
|
| |
| |
|
|
|
 |
|
|
કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS "MCX <space>
<Commodity Name>" લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|
|