હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ     
ભાષા બદલો: English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
વર્તમાન તકો
 
એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિ.) એ અનેક કોમોડિટીના વાયદાના વેપાર માટેનું રાષ્ટ્રવ્યાપી એક્સચેન્જ છે. આ એક્સચેન્જે અનેક બાબતોમાં પહેલ કરી છે તથા તે ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. એમસીએક્સ એ ભારતનું મોખરાનું કોમોડિટીના વાયદાનું એક્સચેન્જ છે અને 50 કરતાં વધારે કોમોડિટીના વેપારનું બજાર છે. એમસીએક્સના મુખ્ય શેરધારકોમાં ફાઈનાન્સિયલ ટેક્નોલોજીસ (ઈન્ડિયા)લિ, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા અને તેની સહયોગી બૅન્કો, નેશનલ બૅન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ ડેવલપમેન્ટ (નાબાર્ડ), નેશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા (એનએસઈ), ફિડેલિટી ઇન્ટરનેશનલની સંલગ્ન કંપની - ફિડ ફંડ (મોરિશિયસ) લિ, યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયા, કોર્પોરેશન બૅન્ક, કેનેરા બૅન્ક, બૅન્ક ઑફ ઈન્ડિયા, બૅન્ક ઑફ બરોડા, એચડીએફસી બૅન્ક અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિ.નો સમાવેશ થાય છે. એમસીએક્સની મુખ્ય કચેરી મુંબઈમાં છે. તેની નિષ્ણાત મૅનેજમેન્ટ ટીમ કોમોડિટીના વાયદા બજારમાં ખૂબ જ ઉંડાણપૂર્વકની જાણકારી ધરાવે છે. એમસીએક્સ પ્રાદેશિક સીમાઓની પાર ઘણા મોટા પ્રમાણમાં વિકસ્યું છે, વ્યૂહાત્મક રીતે વૈશ્વિક જોડાણો કરે છે તથા કોમોડિટીના વાયદાના બજારોમાં તેણે ઘણા મોરચે કામ શરૂ કર્યું છે.

એમસીએક્સ પ્રગતિશીલ અને નામ બની ગયું છે, જ્યાં હંમેશાં નવા વિચારો અને નવીનતા પર ભાર મૂકવામાં આવે છે. જ્યાં તેમને ટોચની વ્યક્તિઓથી નાના કર્મચારી સુધી મુક્તપણે ચર્ચા વિચારણા કરવા મળે છે. એમસીએક્સ આથી મહત્ત્વાકાંક્ષી અને પરિણામ લક્ષી વ્યવસાયીઓ માટે રોમાંચક અને પડકારરૂપ કારકિર્દીની તક ઑફર કરે છે. અમારી વિસ્તરણ યોજનાના એક ભાગ રૂપે અમને અમારા ભારતભરના કામકાજને વધુ સક્ષમ બનાવવા માટે નીચે જણાવેલા વ્યવસાયીઓની જરૂર છે.
સામાન્ય
હોદ્દો એક્ઝિક્યુટિવ/સીનિયર એક્ઝિક્યુટિવ - કમ્પ્લાયન્સ (કોડઃ MCX/Compl/01)
સ્થળ મુંબઈ
શૈક્ષણિક પાત્રતા સીએ/સીએસ/આઈસીડબ્લ્યુએ
અનુભવ ફ્રેશર/1-3 વર્ષનો અનુભવ
જવાબદારીઓ
  • સભ્યોની પસંદગી જેવી પ્રક્રિયા પર નજર રાખવી, ડ્રાફ્ટ રિપોર્ટની સમીક્ષા કરવી, નિરીક્ષણનું વિશ્લેષણ કરવું, સ્ટેટસ રિપોર્ટનું તથા વાર્ષિક પાલન અહેવાલનું પ્રોસેસિંગ કરવું તથા વિવિધ એમઆઈએસ તૈયાર કરવા.
હોદ્દો એક્ઝિક્યુટિવ/સીનિયર એક્ઝિક્યુટિવ - સભ્યપદ (કોડઃ MCX/Memb/02)
સ્થળ મુંબઈ
શૈક્ષણિક પાત્રતા સીએ/સીએસ/આઈસીડબ્લ્યુએ અથવા ઇન્ટર સીએ/ઇન્ટર સીએસ/ઇન્ટર આઈસીડબ્લ્યુએ
અનુભવ ફ્રેશર અથવા જો ઇન્ટર હોય તો 1-3 વર્ષનો અનુભવ
જવાબદારીઓ
  • નવા સભ્યપદ માટેની અરજીઓનું તથા સભ્યપદની પ્રોફાઇલમાં ફેરફાર કરવા માટેની અન્ય વિનંતીઓનું પ્રોસેસિંગ કરવું, વિવિધ એમઆઈએસ રિપોર્ટ તૈયાર કરવા, વગેરે
હોદ્દો ગેસ્ટ રિલેશન એક્ઝિક્યુટિવ (મહિલા) (કોડઃ MCX/Protocol/03)
સ્થળ અંધેરી (મુંબઈ)
શૈક્ષણિક પાત્રતા સ્નાતક
અનુભવ 2 -6 વર્ષ
ઉંમર 28 વર્ષ કરતાં વધારે નહીં
કાર્યકુશળતા સંવાદ સાધવાની કુશળતા, પ્રસન્ન વ્યક્તિત્વ, આગતાસ્વાગતા/ઉડ્ડયન/કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રશિક્ષિત
સમય કામકાજના સામાન્ય કલાકો
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો