હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટમેપ     
ભાષા બદલો: English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
 
સ્વપ્ન અને ધ્યેય
 
સ્વપ્નઃ
અમે ભારતમાં એકસૂત્રે પરોવાયેલું કોમોડિટી બજાર બનાવવાનું સ્વપ્ન જોઈએ છીએ. આ બજાર એવું હશે, જે બજારનાં પરિબળોથી દોરવાશે અને મૂળ ઉત્પાદકથી માંડીને અંતિમ વપરાશકર્તા સહિતના બજારના તમામ સહભાગીઓને એકસમાન તક પૂરી પાડશે, તંત્રમાં પહેલેથી રહેલી ક્ષતિઓને સુધારશે, અસાધારણ કાર્યક્ષમતા હાંસલ કરવા માટે તંત્રજ્ઞાનનો ઉપયોગ કરશે અને આખરે એક સામાન્ય વૈશ્વિક બજાર ઊભું કરશે. અમે કોમોડિટીના પરિતંત્રમાં પ્રત્યક્ષ સહભાગી હોય અને સાથે સાથે સામાન્ય જનતાનું પણ માનીતું હોય એવા એક્સચેન્જ તરીકે એમસીએક્સની છાપ ઉપસાવવા ઇચ્છીએ છીએ.
 
ધ્યેયઃ
કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં એક્સચેન્જના માધ્યમથી થતા વેપાર વિશેની જાગરૂકતા અને સમજ કેળવીને અમે અમારું ઉક્ત સ્વપ્ન સાકાર કરીશું. એમસીએક્સ કોમોડિટી પરિતંત્રના સહભાગીઓને તટસ્થ, સલામત અને પારદર્શક વેપાર તંત્ર પૂરું પાડીને, ગુણવત્તાનાં માપદંડ ઘડીને અને નિયમનકારી સત્તાની સાથે મળીને વેપારનું નિયમન કરીને ભાવચંચળતાની પ્રતિકૂળ અસરોને ઓછામાં ઓછી કરતું રહેશે. અમે કોઈપણ સહભાગીઓના અનૈતિક સોદાબાજીના પ્રયાસ કે કરેલા સોદાને કદી પણ સાંખી નહીં લેવાનું વલણ યથાવત્ રાખીશું અને કોમોડિટી પરિતંત્રના સર્વાંગી વિકાસમાં ફાળો આપવાનું અવિરત ચાલુ રાખીશું.
 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો