હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટમેપ     
ભાષા બદલો:  English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
તંત્રજ્ઞાન
 
એમસીએક્સમાં તંત્રજ્ઞાનનું માળખું વેપારનો આધારસ્તંભ છે અને એક્સચેન્જના વિકાસમાં તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. એક્સચેન્જના સભ્યો વીસેટ, વીપીએન, લીઝ્ડ લાઇન અને ઇન્ટરનેટ જેવાં અનેક માધ્યમથી ટ્રેડર વર્કસ્ટેશન અથવા કોમ્પ્યુટર ટુ કોમ્પ્યુટર લિંક (સીટીસીએલ) મારફતે એક્સચેન્જના ઓનલાઇન ટ્રેડિંગ મંચનો ઉપયોગ કરી શકે છે. આ ઓનલાઇન માધ્યમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા આધુનિક તંત્રજ્ઞાનની મદદ મળતી હોવાથી વેપારનું કાર્ય ઝડપથી પાર પડે છે, ટ્રેડરો એકબીજાથી અજ્ઞાત રહીને કામ કરી શકે છે, ભાવશોધની પ્રક્રિયા પારદર્શક બને છે, ઓર્ડરનું રાઉટિંગ ઝડપી અને વિશ્વસનીય રીતે થઈ શકે છે, સોદાનું રિપોર્ટિંગ પણ થઈ શકે છે અને તે ઉપરાંત બજારની આંકડાકીય માહિતીનું પ્રસારણ કરવાનું અને બજાર પર દેખરેખ રાખવાનું કાર્ય પણ થઈ શકે છે. એક્સચેન્જે સભ્યોના ડિફોલ્ટ સહિતનાં વિવિધ જોખમોના નિવારણ માટે અસરકારક તંત્રજ્ઞાન અમલી બનાવ્યું છે. સભ્યોએ એક્સચેન્જમાં રાખેલી ડિપોઝિટમાંથી થતા માર્જિનના વપરાશ અને બાદ કરાતાં તેમના માર્ક ટુ માર્કેટ (એમ-ટુ-એમ) નુકસાન પર આ વ્યવસ્થા અંતર્ગત ઓનલાઇન ધોરણે નજર રાખી શકાય છે. તેને લીધે આ તંત્ર આપોઆપ તાકીદ કરે છે અને આવશ્યક સંજોગોમાં લેવાનાં પૂર્વનિર્ધારિત પગલાં લઈ લે છે.

ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગનું એક્સચેન્જનું માધ્યમ તેના પ્રમોટર એફટીઆઇએલે પૂરું પાડ્યું છે. એફટીઆઇએલ ભારતમાં એક્સચેન્જ સંબંધિત સોફ્ટવેર અને તંત્રજ્ઞાન વિકસાવનાર અને તેનો અમલ કરાવનાર એક અગ્રણી ટેક્નોલોજી કંપની છે. એક્સચેન્જના મતે આ ઉદ્યોગના તંત્રજ્ઞાનની પ્રતિકૃતિ બનાવવાનું કામ અઘરું છે. આથી, તે અન્યોની તુલનાએ લાભદાયી સ્થિતિમાં છે. વળી, તે એવા વાતાવરણમાં કામ કરીએ છીએ, જેમાં તંત્રજ્ઞાનમાં સતત સુધારો કરતાં રહેવું પડે છે અને નિયમનો બદલાવાને કારણે તથા બજારનાં પરિબળોને લીધે પણ તંત્રજ્ઞાનમાં ફેરફારો કરવા પડે છે અને સહાયભૂત થવું પડે છે. એફટીઆઇએલની તંત્રજ્ઞાનસંબંધી કુશળતા અને અનુભવને લીધે એક્સચેન્જ નવી પ્રોડક્ટ્સ તથા સર્વિસીસ માટે નવું સોફ્ટવેર બનાવી શકે છે તથા તેમાં આવશ્યકતા મુજબ ફેરફાર કરી શકે છે.

તંત્રજ્ઞાનનું સ્કેલેબલ માધ્યમ અને બિઝનેસ મોડેલ
એક્સચેન્જનું માનવું છે કે તંત્રજ્ઞાનના તેના માધ્યમમાં તથા બિઝનેસના મોડેલમાં ગમે ત્યારે ફેરફાર કરી શકાય એમ છે. જેમ જેમ વોલ્યુમ વધતું જાય તેમ તેમ માર્જિન પણ વધતું જાય એવું આ ક્ષેત્ર છે. અત્યાર સુધીમાં એક્સચેન્જે સાધેલી પ્રગતિ તથા અપેક્ષિક વૃદ્ધિના આધારે બિઝનેસના ખર્ચનું આયોજન કરવાનું વિચારાધીન છે. આગામી દિવસોમાં એક્સચેન્જની સંભવિત વૃદ્ધિને તથા નવી પ્રોડક્ટ્સની માગને પહોંચી વળે એ રીતના તંત્રજ્ઞાન સહિતનું કામકાજનું સુનિશ્ચિત માળખું વિકસાવવા માટે ઘણા મોટા પ્રમાણમાં રોકાણ કરાયું છે. તંત્રજ્ઞાનનું વર્તમાન માળખું દૈનિક 1,00,00,000 સોદાના વોલ્યુમને ખમી શકે એવું છે. તેણે અત્યાર સુધીમાં 18,67,612 સોદાનું વોલ્યુમ કરેલું છે. એક્સચેન્જમાં ટ્રેડિંગનું પ્રમાણ વધશે તો નફાકારકતા વધશે. એક્સચેન્જમાં થયેલા કોમોડિટી વાયદાના કોન્ટ્રેક્ટના ટ્રેડિંગ પરથી પ્રાપ્ત થતી આંકડાકીય માહિતીનો ઉપયોગ આવી માહિતીના આધારે બનતી પ્રોડક્ટ વિકસાવવા માટે તથા તે માહિતીનો પ્રસાર કરવા માટે કરવાનું એક્સચેન્જનું આયોજન છે. એક્સચેન્જના મતે બિઝનેસનું અત્યારનું મોડેલ સ્કેલેબલ છે અર્થાત્ તેમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. આ ઉપરાંત, તેમાં થોડો વધારે ખર્ચ કરીને બિઝનેસનો આર્થિક દૃષ્ટિએ વિકાસ કરવાની સંભાવના તેમાં રહેલી છે.
 
 
 
 
નોંધપાત્ર માહિતી
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો