|
આઈબીએસ ફોરેક્સ વિદેશી હૂંડિયામણના આંતર બૅન્ક વેપારની ભારતની ત્રીજા નંબરની ઓનલાઈન ટ્રેડિંગ સિસ્ટમ છે, જેનું દિવસનું સરેરાશ 30 મિલિયન અમેરિકન ડૉલરનું ટર્નઓવર છે. ફાઈનાન્સિયલ ટેક્નોલોજીસે ચલણના વેપાર માટે રચેલા ડિજિટલ માધ્યમ - એફએક્સ-ડાઇરેક્ટ અપનાવનાર 26 બૅન્કો આઇબીએસ ફોરેક્સ સાથે સંકળાયેલી છે. આઈબીએક્સ ફોરેક્સે અત્યાર સુધીમાં 55 અબજ અમેરિકન ડૉલરથી વધુનું ટર્નઓવર કર્યું છે. તેના પ્રતિષ્ઠિત ગ્રાહકોમાં કેનેરા બૅન્ક, કોર્પોરેશન બૅન્ક, યુનિયન બૅન્ક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બૅન્ક ઓફ હૈદરાબાદ, અને સ્ટેટ બૅન્ક ઓફ ઈન્દોરનો સામવેશ થાય છે. આઈબીએસ ફોરેક્સ ઓનલાઈન, તત્કાળ ધોરણે અને પરસ્પરની ઓળખ ન થતી હોય એવી સ્થિતિમાં સોદાનો મેળ બેસાડે છે. એફએક્સ-ડાઇરેક્ટ પ્લેટફોર્મ ફોરેન એક્સચેન્જમાં પ્રવાહિતા, કાર્યક્ષમતા અને ઉંડાણ સાથેની કામગીરી પૂરી પાડે છે. આ સોદાઓ સ્પોટ ટ્રેડિંગ અને ફોરર્વડ ટ્રેડિગમાં, અમેરિકન ડૉલર/ભારતીય રૂપિયામાં થાય છે. ફ્યુચર અને ઓપ્શનની શરૂઆત બાદ રિઝર્વ બૅન્કની પરવાનગી મળશે તો અન્ય ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ આ પ્લેટફોર્મ દ્વારા પૂરાં પાડવામાં આવે છે. આઈબીએસ ફોરેક્સ ઝડપી વિકાસ સાધવા માટે સજ્જ છે. |
|
નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ કૃષિ પેદાશો માટેનું ભારતનું પ્રથમ રાષ્ટ્રવ્યાપી સ્પોટ એક્સચેન્જ છે. ભારત સરકારની એજન્સી નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) અને ફાઇનાન્સિયલ ટેક્નોલોજીસે સંયુક્તપણે આ એકસચેન્જની સ્થાપના કરી છે. નાફેડ કૃષિ પેદાશોની ખરીદી, વિતરણ અને સંગ્રહના ક્ષેત્રે કાર્યરત છે. એનએસઈએલ કૃષિ કોમોડીટીઝના 17,500 અબજ રૂપિયાના હાજર બજારમાં સહભાગીઓને અને રોકાણકારોને તક પૂરી પાડે છે. એનએસઈએલ સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે. ખેડૂતો તેમાં પોતાની કૃષિપેદાશો બજારમાં પ્રવર્તતા શ્રેષ્ઠ ભાવે વેચી શકે છે. બીજી બાજુ પ્રોસેસર્સ, છેવટના ઉપયોગકર્તાઓ, નિકાસકારો, કોર્પોરેટ્સ અને વેપારીઓ એનએસઈએલ દ્વારા કૃષિપેદાશો સ્પર્ધાત્મક ભાવે ખરીદી શકે છે. તેમાં તેમને પક્ષકારો ફેરવી તોળશે તેનું અથવા ગુણવત્તા બરોબર નહીં મળે તેનું જોખમ હોતું નથી. એનએસઈએલ વેચાણકારોને રોકડ અને વાયદા બજાર વચ્ચેના ઇલેક્ટ્રોનિક આર્બિટ્રેજની તક પૂરી પાડે છે. તેને લીધે હાજર બજારના પદ્ધતિસરના વિકાસ મારફતે વાયદા બજારની પણ તંદુરસ્ત વૃદ્ધિ થઇ શકશે. આ ઉપરાંત એનએસઈએલ ખેડૂતોનું સશક્તિકરણ કરીને તથા ખેતીની પદ્ધતિ સુધારવા માટે તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને બીજી હરિયાળી ક્રાંતિ લાવવાની પહેલ કરી રહ્યું છે. સર્વસામાન્ય ભારતીય બજાર ઊભું કરવા માટે હાજર વેપારની સુવિધા પણ તે આપી રહ્યું છે. |
|
ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રેડ લિમિટેડને ફાઇનાન્સિયલ સર્વિસ કમિશન ઓફ મોરિશિયસ દ્વારા લાઈસન્સ આપવામાં આવ્યુ છે. સંપૂર્ણ આફ્રિકાને આવરી લેનારું પ્રથમ ડેરિવેટિવ્ઝ એકસચેન્જ હશે. ફાઈનાન્સિયલ ટેક્નોલોજીસ દ્વારા પ્રમોટ કરવામાં આવેલું જીબીઓટી ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગનું માધ્યમ હશે. તેનું કેન્દ્રીય મેચિંગ એન્જિન વીસેટ/ઇન્ટરનેટ સાથે સંકળાયેલું હશે. એક્સચેન્જના સભ્યો વિશ્વમાં ગમે ત્યાંથી ટ્રેડિંગ કરી શકશે. જીબીઓટી, પ્રથમ કોમોડિટી ડેરિવેટિવ્ઝ માં ટ્રેડ શરૂ કરશે ત્યાર બાદ તે ઈક્વિટી, બોન્ડ, કરન્સી ડેરિવેટિવ્ઝ તેમ જ કાર્બન ક્રેડિટ જેવી ‘ખાસ’ કોમોડિટીમાં ટ્રેડ કરશે. જીબીઓટી ઈલેક્ટ્રોનિક એક્સચેન્જ ટ્રેડિંગ અને ક્લીયરિંગના ઉપાયો, જોખમ સંચાલન, જોખમ આધારિત નિરીક્ષણ, સભ્યપદ વિકાસ, કોન્ટ્રેક્ટનાં ધોરણો અને સ્ટ્રકચરિંગ, બેંકિંગ વ્યવસ્થા સાથેનો સંપર્ક, રિયલ ટાઈમ સેટલમેન્ટ, વેપારના નિયમો, અસરકારક કોર્પોરેટ ગવર્નન્સ, રોકાણકારોની જાગરૂકતા અને શિક્ષણ સહિતનું સર્વાંગી માળખું ધરાવશે. જીબીઓટી આફ્રિકાના કોમોડિટી પરિતંત્રમાં આધુનિક બજારનું તંત્ર દાખલ કરવા માગે છે અને વિશ્વનો કોઈપણ રોકાણકાર સિંગલ વિન્ડો દ્વારા આસાનીથી રોકાણ કરી શકે એવી વ્યવસ્થા કરવા ઇચ્છે છે. |
|
બહેરિન ફાઈનાન્સિયલ એક્સચેન્જ (બીએફએક્સ) પોતાના પ્રદેશમાં સૌથી વધુ આધુનિક, પારદર્શક અને પ્રવાહિતા ધરાવતું એક્સચેન્જ બનવા ધારે છે. ગ્રાહકોને કેન્દ્રમાં રાખતા એક અનોખા પરિતંત્રમાં તે અનેક પ્રકારની અસ્કયામતોને લગતાં પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવા માગે છે. બીએફએક્સનાં બજારોમાં વિવિધ પ્રકારનાં નાણાકીય સાધનો બહાર પાડીને તથા તેમનું લિસ્ટિંગ કરીને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોને મૂડી ઊભી કરવા માટેનો ઉપયોગી મંચ તે પૂરો પાડશે. બીએફએક્સ અનેક અસ્કયામતોમાં ઉપલબ્ધ થતાં પરંપરાગત પ્રોડક્ટમાં વેપારનું મોડેલ પૂરું પાડવા ઉપરાંત તે સેન્ટ્રલ બૅન્ક ઑફ બહેરિન (સીબીબી)ના નિયમનકારી માળખામાં રહીને શરિયત અનુસારનાં પ્રોડક્ટ પણ પૂરાં પાડશે. |
|
ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ લિમિટેડ (આઈઈએક્સ) એશિયાનું એવું પ્રથમ એક્સચેન્જ છે, જ્યાં વીજળીના હાજરના સોદા થાય છે. આઈઈએક્સ સંપૂર્ણપણે સ્વયંસંચાલિત અને ડિમ્યુચ્યુલાઈઝ્ડ એક્સચેન્જ છે અને રાષ્ટ્રીય વ્યાપ ધરાવે છે. આ એકસચેન્જ સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના નિયમનકારી તંત્ર હેઠળ કાર્ય કરે છે. એક અંદાજ મુજબ ભારતમાં વીજવેપારનું હાજર બજાર વીજઉત્પાદનના 3 ટકા જેટલું છે. (કુલ 62,500 મિલિયન અમેરિકન ડૉલરમાંથી 1,875 મિલિયન અમેરિકન ડૉલર). તેની સરખામણીમાં વિશ્વમાં આ પ્રમાણ 10થી 40 ટકાનું છે. વીજળીની તંગી અનુભવી રહેલું ભારત વીજળી ઉત્પન્ન કરવા માટે નવાં નવાં ઉપાયો શોધી રહ્યું છે એવા સમયે આઈઈએક્સ વીજનિર્માતા, વીજવિતરણના પરવાનાધારકો, વેપારીઓ, ગ્રાહકો અને અન્ય હિસ્સેદારોને ભાવનિર્ધારણનું કાર્યક્ષમ અને પારદર્શક તંત્ર પૂરું પાડવા વૈશ્વિક સ્તરનું, રાષ્ટ્રવ્યાપી અને ઓનલાઇન માધ્યમ ઉપલબ્ધ કરાવી આપે છે. ફાઈનાન્સિયલ ટેક્નોલોજીસ દ્વારા પ્રમોટ કરાયેલા ઈન્ડિયન એનર્જી એકસચેન્જમાં પાવર ટ્રેડિંગ કોર્પોરેશન (ઈન્ડિયા) કો - પ્રમોટર છે. આઈઈએક્સના મુખ્ય હિસ્સેદારોમાં તાતા પાવર કંપની, રિલાયન્સ એનર્જી, લેન્કો ઈન્ફ્રાટેક, અદાણી એન્ટરપ્રાઈઝ, રુરલ ઈલેક્ટ્રીફિકેશન કોર્પોરેશન (આઈઈસી) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપનીનો સમાવેશ થાય છે. આઈઈએક્સ વીજળીના વેપાર દ્વારા પારદર્શક અને કાર્યક્ષમ રીતે માગ અને પુરવઠા વચ્ચે સંતુલન સાધવાનું કામ કરે છે. આ મંચ પર મોટા ખેલાડીઓ ભેગા થાય છે અને લીલામ પદ્ધતિથી વીજળીનું ખરીદ-વેચાણ કરે છે. આમ, વીજળીના ઊર્જા ઉત્પાદનકર્તા બજારને પ્રવાહિતા મળે છે. |
|
સિંગાપોર મર્કન્ટાઈલ એકસચેન્જ (એસએમએક્સ) સિંગાપોરમાં આવેલું આંતરરાષ્ટ્રીય કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે. તે વિવિધ કિંમતી ધાતુઓ, બેઝ મેટલ્સ, કૃષિ કોમોડિટી, કરન્સી અને કોમોડિટી સૂચકાંકોમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સના સોદા કરવા માટે અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ મંચ પૂરો પાડે છે. એસએમએક્સ સિંગાપોરની નાણાકીય ઓથોરિટી પાસેથી જરૂરી નિયમનકારી મંજૂરી મેળવી રહ્યું છે. એસએમએક્સના ડીલરો, બ્રોકરો અને તેમના ગ્રાહકો લીઝ્ડ લાઇન, ડાયલ અપ, મલ્ટી પ્રોટોકોલ લેબલ સ્વિચિંગ અને ઇન્ટરનેટ જેવાં માધ્યમો મારફતે એસએમએક્સના ટ્રેડિંગ મંચ સાથે સંકળાશે. એસએમએક્સ ઓર્ડર મેચિંગના ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ભાવશોધનું પારદર્શક, મુક્ત અને કાર્યક્ષમ તંત્ર પૂરું પાડે છે. ભાવ અને સમયની પ્રાથમિકતાના આધારે શ્રેષ્ઠ ખરીદ ઓર્ડરનું મેચિંગ શ્રેષ્ઠ વેચાણ ઓર્ડર સાથે થશે, જેથી ખરીદનાર અને વેચાણ કરનાર બન્નેને શ્રેષ્ઠ કિંમત મળશે. એસએમએક્સ તેના મંચ દ્વારા થયેલા દરેક સોદામાં કાઉન્ટરપાર્ટી તરીકે ભાગ લેશે. આ સોદાઓની પતાવટની બાંયધરી સિંગાપોર મર્કન્ટાઈલ એકસચેન્જની 100 ટકા પેટાકંપની સિંગાપોર મર્કન્ટાઈલ એકસચેન્જ ક્લીયરિંગ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. |
|
એમસીએક્સ-એસએક્સના ચલણના ડેરિવેટિવ્સના વિભાગને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ ઑફ ઈન્ડિયા (સેબી) તથા રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નિયમન હેઠળ તેના રાષ્ટ્રવ્યાપી ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ મંચ પરથી ચલણના વાયદાનો વેપાર શરૂ કરવા પરવાનગી મળી છે. આ એક્સચેન્જમાં આયાતકારો, નિકાસકારો, કંપનીઓ અને બૅન્કો ચલણને લગતા તેમનાં જોખમોને સોદાના ઓછા ખર્ચે તથા વધુ પારદર્શકતા અને સલામતી સાથે હેજિંગ મારફતે ખમી શકશે. એમસીએક્સ-એસએક્સમાં ટ્રેડિંગ મેમ્બર તરીકે બૅન્કો, કંપનીઓ અને બ્રોકરેજ હાઉસીસ મોટી સંખ્યામાં જોડાયાં હોવાને લીધે તમામ પ્રકારના ઉપયોગકર્તાઓને પૂરતી પ્રવાહિતા અને ઉંડાણ સાથે ટ્રેડિંગ કરવા મળશે. એમસીએક્સ-એસએક્સ તમામ સોદાઓની પતાવટની બાંયધરી આપે છે. તેના લીધે સામો પક્ષ ફેરવી તોળે તો તેને લીધે ઊભું થનારું જોખમ પણ સંભાળી લેવાશે. આમ થવાથી સલામતી વધી જશે. એમસીએક્સ-એસએક્સ તેના મોટા ઉપયોગકર્તાઓની સાથે સાથે એવા નાના અને મધ્યમ કદના એકમો તથા નિવાસી ભારતીયોને પણ લાભકર્તા પુરવાર થશે જેઓ અત્યાર સુધી ચલણના બજારમાં સહેલાઈથી પ્રવેશી શકતા ન હતા અને ભાવતાલમાં વધારે હિસ્સો ધરાવતા ન હતા. એમસીએક્સ-એસએક્સને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ લિમિટેડ(એમસીએક્સ) અને ફાઈનાન્સિયલ ટેક્નોલોજીસ (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા પ્રમોટ કરવામાં આવ્યું છે. |
|
બૂર્સ આફ્રિકા અનેક અસ્કયામતોમાં હાજર અને/અથવા ડેરિવેટિવ્ઝનો વેપાર કરવા માટેનું સમગ્ર આફ્રિકાને આવરી લેતું પ્રથમ એક્સચેન્જ છે. તેમાં કોમોડિટીઝ, ચલણ, બોન્ડ અને હીરામાં વેપારની તક પૂરી પડાશે. તેનું કામકાજ નોન-બૅન્ક ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેટરી ઓથોરિટીના નિયમન હેઠળ ચાલશે. આ એક્સચેન્જ આફ્રિકાના તમામ મોટા દેશોને સાંકળી લેનારા હબ એન્ડ સ્પોક મોડેલ (એક કેન્દ્ર મારફતે અનેક સ્થળોએ કામકાજ)ની રીતે કામ કરશે. તેનું કેન્દ્ર બોત્સ્વાના રહેશે. બૂર્સ આફ્રિકા બોત્સ્વાના ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સવિર્સીસ સેન્ટરનું એક્રેડિટેશન ધરાવે છે. બૂર્સ આફ્રિકા નાણાકીય અને કોમોડિટી બજારના આફ્રિકાના તથા વિશ્વના અનેક દેશોના સહભાગીઓ તથા રોકાણકારોને હેજિંગ, આર્બિટ્રેજ તથા રોકાણની તક પૂરી પાડશે. આફ્રિકાનાં બજારોમાં ભાવશોધ, બજારની પારદર્શકતા, જોખમનું સંચાલન, વિવિધ દેશો સાથે સમન્વય તથા આફ્રિકા ખંડમાં રોકાણ એ બધી બાબતોમાં વધારો કરીને આફ્રિકાનાં કોમોડિટી તથા નાણાકીય બજારોની કામગીરી સુધારવામાં સહાયક બનશે. |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|