|
|
|
|
|
|
|
|
|
|
| આચારસંહિતા |
| |
| |
| |
| કંપનીએ પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સીનિયર મૅનેજમેન્ટ માટે વ્યાપક આચારસંહિતા ઘડી કાઢી તથા તેને અમલમાં મૂકી છે. આથી આચારસંહિતાના પાલનને લગતી લિસ્ટિંગ એગ્રીમેન્ટની કલમ 49 હેઠળ નાણાકીય વર્ષ 2007-08થી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પાસેથી ડિક્લેરેશન મેળવવામાં આવ્યું છે. કંપની કોમોડિટી એક્સચેન્જ હોવાથી તમામ કર્મચારીઓએ નૈતિકતાસંબંધી સંહિતાનું પાલન કરવાને લગતી બાંયધરી કંપનીમાં જોડાતી વખતે આપવી જરૂરી છે. આ સંહિતા મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (કંપની)ના ડિરેક્ટર્સ તથા કંપનીના વાઇસ પ્રેસિડન્ટના હોદ્દા સુધીના સીનિયર મૅનેજમેન્ટને લાગુ પડે છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપની સંચાલનના સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા આચારસંહિતાને સ્વીકારી છે. આચારસંહિતામાં કોઇ ફેરફાર કરવાનો હશે તો સૌથી પહેલાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેને માન્યતા આપશે અને તેને તરત જ કંપનીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ડિરેક્ટર્સ અને સીનિયર મૅનેજમેન્ટની જવાબદારીઓ આ પ્રમાણે રહેશેઃ |
| |
 |
બેઠકોમાં હાજરી આપવી |
|
|
- બોર્ડની / શેરધારકોની / સમિતિઓની / સીનિયર મૅનેજમેન્ટની બેઠકોમાં નિયમિતપણે હાજરી આપવી અને એવી કોઇ બેઠકમાં હાજરી આપવાનું સંભવ ન હોય તો તેના માટે આગોતરી પરવાનગી લેવી.
- ડિરેક્ટર્સે અન્ય કંપનીઓમાંના પોતાના ડિરેક્ટરપદ અને તેમાં થતા કોઇ પણ ફેરફાર વિશે દર વર્ષે માહિતી આપવી
- ડિરેક્ટર્સે કંપનીઝ એક્ટ, 1956 હેઠળ કંપનીમાંનું પોતાનું શેરહોલ્ડિંગ જાહેર કરવું અને જ્યારે પણ ફેરફાર થાય ત્યારે તેની જાણ કરવી.
- પોતાનું હિત સમાયેલું હોય એવા મુદ્દે બોર્ડમાં નિર્ણય લેવાવાનો હોય ત્યારે સંબંધિત ડિરેક્ટર ચર્ચા અને મતદાનમાં ભાગ નહીં લેવો.
|
|
|
|
 |
સત્તાનો ઉપયોગ |
|
|
| સત્તાનો ઉપયોગ પૂરતી કાળજી રાખીને અને ખંતપૂર્વક કરવો અને ઓફિસની વિશ્વાસ આધારિત જવાબદારી નિભાવવામાં કંપનીનાં હિતનો ખ્યાલ રાખવો. |
|
|
|
 |
પરસ્પર વિરોધી હિત |
|
|
- અંગત હિતને કંપનીનાં હિતથી વિરોધી ન બનવાં દેવાં અથવા હોદ્દાની જવાબદારીઓ નિભાવવામાં વચ્ચે ન આવવાં દેવાં.
- કંપની જેની સાથે વ્યવહારો કરતી હોય તેમની સાથે કોઇ વેપારી સંબંધ રાખવો નહીં કે પછી વેપારી પ્રવૃત્તિ કરવી નહીં.
- એ જ રીતે તેમણે કોઇ પણ વ્યવહારને લગતા નિર્ણય લઇને અથવા તેના પર અસર કરીને પોતાને કે પોતાના સંબંધીઓને લાભ કરાવવો જોઇએ નહીં.
- નિષ્પક્ષ નિર્ણય કંપનીના હિતમાં જ લેવાય છે તે બાબતનું ધ્યાન રાખવું.
|
|
|
|
 |
નીતિઓનું પાલન કરવું |
|
|
| કંપનીની નીતિઓ અને વેપારી સિદ્ધાંતોનું પાલન કરવું. કંપનીના હોલ ટાઇમ ડિરેક્ટર્સે / સીનિયર મૅનેજમેન્ટે ઉક્ત સંહિતાનું પાલન કરવા ઉપરાંત એક્સચેન્જના એક્ઝિક્યુટિવ્ઝ માટેની નીતિમૂલ્યો સંબંધિત સંહિતાનું પણ પાલન કરવું જરૂરી છે. |
|
|
|
 |
નીતિમૂલ્યો સંબંધિત વર્તન |
|
|
| લાગુ પડતાં તમામ કાયદા, નિયમો અને નિયમનોનું પાલન કરવું. આ ઉપરાંત - |
- તેમણે સ્પર્ધાને લગતા કાયદાઓ અને બજારની ઉચિત સ્પર્ધાના સિદ્ધાંતોનું પાલન કરીને બિઝનેસ ચલાવવો.
- તમામ વ્યવહારોમાં નૈતિકતા અને વ્યવસાયીપણાનાં ઉચ્ચ ધોરણો જાળવી રાખવાં.
- હોદ્દાને કલંક લગાડે અથવા કંપનીની પ્રતિષ્ઠા અને છબિને ખરડે એવું કોઇ કામ કરવું નહીં.
|
|
|
|
 |
પર્યાવરણ અને કોર્પોરેટ નાગરિકત્વ |
|
|
- પ્રકૃતિની પૂરતી કાળજી રાખીને પર્યાવરણનું સંવર્ધન અને રક્ષણ કરવું.
- સામુદાયિક આરોગ્ય અને પરિવાર કલ્યાણ, જળ સંવર્ધન, વ્યવસાયલક્ષી તાલીમ, શિક્ષણ અને સાક્ષરતાના ક્ષેત્રમાં સામાજિક કાર્યો શરૂ કરવાં અને તેમાં સહાયરૂપ થવું તથા આધુનિક વૈજ્ઞાનિક તથા સંચાલન પદ્ધતિઓ અને કુશળતાનો ઉપયોગ કરવો.
- એમસીએક્સ સારા કોર્પોરેટ નાગરિક બની રહેવા પ્રતિબદ્ધ છે. તેની આ પ્રતિબદ્ધતા તમામ સંબંધિત કાયદા અને નિયમનોનું પાલન કરવા માટેની તથા પોતે જે સમાજમાં કામ કરે છે તેમાં લોકોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી તેમનાં જીવનમાં સુધારણા લાવવામાં સક્રિયપણે મદદરૂપ થવા માટેની છે. આ બાબતે સમયાંતરે સમીક્ષા પણ કરવામાં આવે છે. કંપની આ પ્રવૃત્તિઓને વૈકલ્પિક ગણવાને બદલે તેમને પોતાના બિઝનેસના આયોજનનો હિસ્સો બનાવશે.
- પોતાના કર્મચારીઓને સ્વયંસેવા કરવા માટે પ્રોત્સાહન આપવું અને તેઓ સમાજમાં યોગદાન આપી શકે તે માટે તેમને મદદરૂપ થવું.
|
|
|
|
 |
ગોપનીયતા |
|
|
| હોદ્દા પર ફરજ અદા કરતી વખતે પ્રાપ્ત થયેલી માહિતીની ગોપનીયતા ચુસ્તપણે જાળવી રાખવી અને કોઇ માહિતીનો ઉપયોગ અંગત હેતુ અથવા લાભ માટે કરવો નહીં. |
|
|
|
 |
કંપનીની મિલકત |
|
|
- કંપનીની મિલકતનો ઉપયોગ ફક્ત ઓફિસના કામસર કરવો.
- કંપનીની અસ્કયામતોનો દુરુપયોગ કરવાને બદલે પોતાને જેનો અધિકાર અપાયો છે એવું કામ કરવા માટે જ ઉપયોગ કરવો. આ અસ્કયામતોમાં ઉપકરણો અને યંત્રસામગ્રી, સિસ્ટમ, સુવિધાઓ, વસ્તુઓ અને સંસાધનો જેવી ભૌતિક વસ્તુઓ તથા પ્રોપરાઇટરી માહિતી, એક્સચેન્જના સભ્યો, પુરવઠાકારો, બિઝનેસ સાથીદારો, વગેરે સાથેના સંબંધો જેવી બૌદ્ધિક સંપદાનો સમાવેશ થાય છે.
|
|
|
|
 |
ભેંટ |
|
|
- પુરવઠાકારો/સર્વિસ પ્રોવાઇડર્સ/બિઝનેસ સહયોગીઓ, વગેરે પાસેથી અંગત મોજશોખ માટેની કોઇ વસ્તુઓ સ્વીકારવી નહીં (નોંધઃ ઘણું મૂલ્ય ન હોય એવી સામાન્ય મનોરંજનની વસ્તુઓ અને ભેંટનો અંગત મોજશોખની વસ્તુઓમાં સમાવેશ નહીં થાય).
- હાલના કે સંભવિત પુરવઠાકાર અથવા કંપની સાથે વેપારી વ્યવહાર ધરાવતા લોકો પાસેથી ભેંટ, ડોનેશન, પરોણાગત અને / અથવા રાબેતા મુજબની ન હોય એવી સુવિધાનો સ્વીકાર કરવો નહીં.
- પરસ્પરવિરોધી હિત હોય કે ન હોય, સંબંધિત કર્મચારીઓએ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓને તેની પૂરતી અને પૂરેપૂરી જાણ કરવી.
- પુરવઠાકાર કે એક્સચેન્જના સભ્ય હોય એવી કંપની કે પેઢીમાં કર્મચારી પોતે અથવા પોતાના પરિવારના આપ્તજનો (માતાપિતા, પત્ની અને બાળકો) કોઇ હિત ધરાવે છે કે કેમ તેની પૂરતી પૂરેપૂરી જાણ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓને કરવી..
|
|
|
|
|
 |
ઉચિત વ્યવહાર |
|
|
| એક્સચેન્જના સભ્યો, પુરવઠાકારો, કર્મચારીઓ અને અન્યો સાથે ઉચિત વ્યવહાર રાખવો. |
|
|
|
 |
સલામતી |
|
|
| તમામ કર્મચારીઓની સલામતી અને આરોગ્યનું જતન કરવું અને કામકાજની સુરક્ષિત તથા આરોગ્યપ્રદ સ્થિતિ પૂરી પાડવી. |
|
|
|
 |
કુશળતા વધારવી |
|
|
| કર્મચારીઓને તેમનું વ્યવસાયી અને વિશેષ જ્ઞાન વધારવા માટે કુશળથા, જ્ઞાન અને તાલીમ પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપવું. |
|
|
|
 |
સમાન તક |
|
|
| કર્મચારીઓને તથા કંપનીમાં કામ કરવા ઇચ્છુક હોય તે લોકોને સમાન તક પૂરી પાડવી. તેમની સાથે લિંગ, જાતિ, ધર્મ, વંશ કે વર્ણના આધારે ભેદભાવ કરવો નહીં. માત્ર ગુણવત્તાને પ્રાધાન્ય આપવું. |
|
|
|
 |
બિન સ્પર્ધા |
|
|
| કંપનીના બિઝનેસ સાથે સ્પર્ધામાં હોય એવી કોઇ પ્રવૃત્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરવી નહીં. |
|
|
|
 |
નાણાકીય રેકર્ડની ચોકસાઇ |
|
|
- તમામ દસ્તાવેજો ચોકસાઇપૂર્ણ હોય, તે સમયસર રખાતા હોય અને યોગ્ય રીતે અધિકૃત હોય એ બાબતનું ધ્યાન રાખવું.
- નાણાકીય રેકર્ડ લાગુ પડતા કાયદા અને એકાઉન્ટિંગની સર્વમાન્ય પ્રથા પ્રમાણે રાખવા.
|
|
|
|
 |
સુમેળભર્યા સંબંધો |
|
|
- કંપની માટે પોતાની જવાબદારી નિભાવતા તમામ સહભાગીઓ સાથે સુમેળભર્યા સંબંધો સાચવવા માટે ખાસ પ્રયાસ કરવા.
- સહભાગીઓ જે સમુદાયમાં કામ કરતા હોય ત્યાં સકારાત્મક યોગદાન આપવું.
|
|
|
|
 |
બીજે રોજગાર |
|
|
| હોલ ટાઇમ ડિરેક્ટર અને સીનિયર મૅનેજમેન્ટ મૅનેજિંગ ડિરેક્ટરની આગોતરી પરવાનગી વગર બીજી કોઇ કંપનીમાં રોજગાર અથવા જવાબદારી કે નફાનો કોઇ હોદ્દો (દા. ત. કન્સલ્ટન્ટ અથવા ડિરેક્ટર) નહીં સ્વીકારે તથા કોઇને 'ફ્રીલાન્સ' સેવા નહીં આપે. |
|
|
|
 |
ઇનસાઇડર ટ્રેડિંગ |
|
|
| ઇનસાઇડર ટ્રેડિંગ કાયદાકીય રીતે અને કંપનીની નીતિ મુજબ પ્રતિબંધિત છે. કંપની વિશેની બધા માટે ન હોય એવી માહિતી (ઇનસાઇડર માહિતી) મેળવીને અથવા પોતાની પાસે રાખીને કોઇ લાભ નહીં મેળવે તથા બીજા કોઇને લાભ મેળવવા નહીં દે. આ બાબત ખાસ કરીને ડિરેક્ટર્સ અને સીનિયર મૅનેજમેન્ટ અને તેમના 'પોતાના પરિવાર'ને લાગુ પડે છે. ઇનસાઇડર ટ્રેડિંગ કરનારને 1992ના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એક્ટ હેઠળ ભારતમાં જાહેર કરાયેલાં નિયમનો મુજબ આકરો દંડ કરવામાં આવે છે. 'ભાવ પર અસર કરનારી માહિતી' એટલે કંપનીસંબંધી એવી પ્રત્યક્ષ કે પરોક્ષ માહિતી, જે જાહેર થઇ જાય તો કંપનીના ભાવ પર સકારાત્મક કે નકારાત્મક અસર કરી શકે. |
| |
| 'ભાવ પર અસર કરનારી માહિતી'માં નીચે મુજબની માહિતીનો સમાવેશ થાય છે. જો કે, તેમાં આના કરતાં વધારે માહિતી હોઇ શકે છેઃ |
- નફો, આવક અને ડિવિડન્ડ જેવી નાણાકીય માહિતી;
- નવાં પ્રોડક્ટ, નવું ડેવલપમેન્ટ, વગેરેની જાહેરાતો;
- અસ્કયામતનું પુનઃમૂલ્યાંકન;
- રોકાણસંબંધી નિર્ણયો / આયોજનો;
- પુનઃઘડતરનાં આયોજનો;
- ભંડોળ એકત્રીકરણ;
- પુરવઠા અને ડિલિવરીના મોટા કરાર;
- બિઝનેસ કે એકમોનું એક્વિઝિશન / ડિસઇન્વેસ્ટમેન્ટ, વગેરે...
|
|
|
|
|
 |
જાણ કરવી |
|
|
| આ આચારસંહિતાનો ભંગ થતો નજરે ચડે તો કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અથવા સીઇઓને જાણ કરવી. |
|
|
|
 |
સમયાંતરે જાહેરાત |
|
|
| કંપનીએ નક્કી કર્યું હોય એ પ્રમાણે આવાં ડિક્લેરેશન / ડિસ્ક્લોઝર / અન્ડરટેકિંગ આપવાં. |
|
|
|
| |
|
ઉપર
|
|
| |
|
|
|
 |
|
|
કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS "MCX <space>
<Commodity Name>" લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|
|