|
|
| પરિદૃશ્ય |
| |
| |
| |
મુંબઈમાં વડુંમથક ધરાવતું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (એમસીએક્સ) કોમોડિટીના વાયદા માટેનું અત્યાધુનિક એક્સચેન્જ છે. આ ડિમ્યુચ્યુલાઈઝ્ડ એક્સચેન્જને ભારત સરકારે કોમોડિટીના વાયદા માટે ઓનલાઈન ટ્રેડિંગ, ક્લીયરિંગ અને પતાવટનું દેશવ્યાપી કામકાજ કરવા કાયમી માન્યતા આપી છે.
એમસીએક્સે તેના કામકાજનો પ્રારંભ નવેમ્બર, 2003માં કર્યો હતો. ભારતના કોમોડિટી વાયદાના બજારમાં તેનો હિસ્સો 80 ટકા* કરતાં વધારે છે (31 ડિસેમ્બર, 2011ના રોજ પૂરા થયેલા નવ મહિના દરમિયાન 87.3% અને નાણાકીય વર્ષ 2011માં 82.4%) અને દેશભરમાં તેના 2,153 કરતાં વધારે રજિસ્ટર્ડ સભ્યો છે. શહેરો અને નગરો મળીને 1,572 સ્થળોએથી આ સભ્યો આશરે સીટીસીએલ સહિત 2,96,896 ટ્રેડિંગ ટર્મિનલ મારફતે કાર્યરત છે. ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશને કરેલા સર્વેક્ષણ મુજબ 30 જૂન, 2011ના રોજ પૂરા થયેલા છ મહિનાના સમયગાળા માટે ટ્રેડેડ કોન્ટ્રેક્ટની સંખ્યાની દૃષ્ટિએ એમસીએક્સ વિશ્વનાં તમામ કોમોડિટી એક્સચેન્જોમાં પાંચમા ક્રમાંકનું^ એક્સચેન્જ હતું.
એમસીએક્સ બુલિયન, ઊર્જા, ફેરસ અને નોન-ફેરસ ધાતુ તથા અનેક કૃષિ કોમોડિટીઓ સહિત 40થી વધુ કોમોડિટીઓમાં વાયદા વેપારની સુવિધા આપે છે. તે કોમોડિટી વાયદાના સ્ટાન્ડર્ડાઇઝ્ડ કોન્ટ્રેક્ટના ટ્રેડિંગ માટેનું માધ્યમ છે. આ કોન્ટ્રેક્ટ આદર્શ રીતે ભાવશોધ કરતી ટ્રેડિંગની વ્યવસ્થા છે, જેમાં ખરીદદાર અને વેચાણકર્તા એકબીજાની ઓળખથી અજાણ હોય છે. એક્સચેન્જ વૈશ્વિક ધોરણે ચાંદીના વાયદાના વેપારમાં પ્રથમ, સોનું, તાંબું અને નેચરલ ગેસમાં બીજુમ તથા ક્રૂડ ઓઇલના વાયદાના વેપારમાં ત્રીજું સ્થાન ધરાવે છે. કેલેન્ડર વર્ષ 2010 માટે તથા 30 જૂન, 2011ના રોજ પૂરા થયેલા છમાસિક સમયગાળા માટે વિશ્વનાં અગ્રણી કોમોડિટી એક્સચેન્જોના ટ્રેડિંગ વોલ્યુમ સાથે કરાયેલી તુલનાને પગલે આ ક્રમાંક જાણવા મળ્યા છે.
એમસીએક્સે ગુણવત્તા વ્યવસ્થાપન તંત્ર બદલ આઈએસઓ 9001:2008, માહિતી સુરક્ષા નિયમન તંત્ર બદલ આઈએસઓ/આઇઈએક્સ 27001:2005 અને પર્યાવરણ નિયમન તંત્ર બદલ આઈએસઓ 14001:2004 એમ આઈએસઓનાં ત્રણ પ્રમાણપત્રો મેળવ્યાં છે. એક્સચેન્જના માધ્યમથી ટ્રેડિંગ કરનારાઓ એકબીજાની ઓળખથી અજ્ઞાત રહેતા હોવાથી ભાવશોધનું કાર્ય અસરકારક રીતે થાય છે. આ ઉપરાંત, એમસીએક્સના માધ્યમથી સ્થાનિક સહભાગીઓ વૈશ્વિક સ્તરની કોમોડિટીમાં ભારતીય ચલણથી ટ્રેડિંગ કરી શકે છે.
એમસીએક્સ કોમોડિટી વાયદાના ઉદ્યોગના વિકાસમાં અગ્રેસર રહેવા કાર્યરત છે. લંડન, ન્યૂ યોર્ક તથા અન્ય મોટાં આંતરરાષ્ટ્રીય બજારોનાં વૈશ્વિક એક્સચેન્જોના કામકાજના કલાકો સાથે મેળ બેસે એ રીતે સાંજનાં વેપાર સત્ર શરૂ કરનારું તે ભારતનું પ્રથમ એક્સચેન્જ છે. ભારતમાં તેણે જ પ્રથમ વાર સ્ટીલ, ક્રૂડ ઓઇલ અને બદામના વાયદાના ટ્રેડિંગનો પ્રારંભ કર્યો. જૂન, 2005માં તેણે એમસીએક્સ કોમડેક્સની રચના કરી. કોમોડિટી વાયદાનો તે ભારતનો પ્રથમ રિયલ ટાઇમ ઇન્ડેક્ષ છે. એક્સચેન્જમાં જે કોમોડિટીનું ટ્રેડિંગ થાય છે તેના હાજર બજારને અનુલક્ષીને થતી ભાવની હિલચાલ વિશે સભ્યોને મૂલ્યવાન માહિતી આપતો આ ઇન્ડેક્ષ છે. ત્યારબાદ એમસીએક્સ એગ્રિ (કૃષિ કોમોડિટીનો ઇન્ડેક્ષ), એમસીએક્સ એનર્જી (ઊર્જા કોમોડિટીનો ઇન્ડેક્ષ) અને એમસીએક્સ મેટલ (ધાતુ કોમોડિટીનો ઇન્ડેક્ષ) શરૂ કરાયા છે. એક્સચેન્જે રેઇનડેક્સ મુંબઈ, રેઈનડેક્સ ઇન્દોર અને રેઇનડેક્સ જયપુર એમ વરસાદને લગતા ત્રણ ઇન્ડેક્ષ પણ શરૂ કર્યા છે. સંબંધિત સ્થળે ચોમાસાના વરસાદના પ્રમાણ પર તે આધારિત છે. ડિસેમ્બર, 2009માં એમસીએક્સે ઈએફપી સોદાઓ ભારતમાં પ્રથમ વાર શરૂ કર્યા. તેની મદદથી ટ્રેડરો વાયદા બજારનાં પોતાનાં ઓળિયા અને હાજર બજારની પોઝિશનની અરસપરસ કરી શકે છે.
એમસીએક્સે પોતાના વ્યવસાયની વૃદ્ધિ કરવામાં તથા બજારમાં તેની હાજરી વધારવામાં સહાયક બની શકે એવાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર સંસ્થાઓ તથા સંગઠનો સાથે અમે વ્યૂહાત્મક સહયોગ સાધ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે લંડન મેટલ એક્સચેન્જ, ન્યૂ યોર્ક મર્કન્ટાઇલ એક્સચેન્જ, લિફ્ફે એડમિનિસ્ટ્રેશન એન્ડ મૅનેજમેન્ટ (હાલ નવીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે), બાલ્ટિક એક્સચેન્જ લિમિટેડ (બીઈએલ), શાંઘાઇ ફ્યુચર્સ એક્સચેન્જ (એસએચએફઈ) અને તાઇવાન ફ્યુચર્સ એક્સચેન્જ (તાઇફેક્સ) જેવાં અનેક એક્સચેન્જોનો સમાવેશ થાય છે.
|
| |
| મુખ્ય શૅરધારકો |
| એફટીઆઇએલે સ્થાપેલું એમસીએક્સ નાણાકીય ક્ષેત્રની ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્લ્યૂચિપ કંપનીઓનો વિશ્વાસ ધરાવે છે. તે કંપનીઓમાં એફઆઇડી ફંડ્સ (મોરિશિયસ) લિમિટેડ (ફિડેલિટી ઇન્ટરનેશનલને સંલગ્ન), યુરોનેક્સ્ટ એન.વી. (એનવાયએસઈ યુરોનેક્સ્ટને સંલગ્ન) તથા મેરિલ લીન્ચ હોલ્ડિંગ્સ (મોરિશિયસ) સામેલ છે. |
| |
* સ્રોતઃ ભારતીય કોમોડિટી બજારના નિયામક ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી) પાસેના આંકડા
|
|
| |
ઉપર
|
| |
|
| |
|
| |
 |
| |
| ^સ્રોતઃ એક્સચેન્જોની વેબસાઇટ્સ પર 1 જાન્યુઆરી, 2011 અને 30 જૂન, 2011 વચ્ચે પ્રકાશિત કરાયેલા આંકડાઓ, માર્કેટ ડેટા તથા ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન વોલ્યુમ સર્વે સપ્ટેમ્બર, 2011 |
|