વરસાદ સૂચકાંક
 
વરસાદ સૂચકાંક (વરસાદ સૂચકાંક મુંબઈ, વરસાદ સૂચકાંક ઇન્દોર અને વરસાદ સૂચકાંક જયપુર)માં અનુક્રમે મુંબઈ (કોલાબા), ઇન્દોર અને જયપુરમાં પડતા વરસાદની નોંધ કરવામાં આવે છે અને આ સૂચકાંક મુંબઈ, ઇન્દોર તથા જયપુરમાં દર વર્ષે પડતા સામાન્ય વરસાદનો સમાવેશ થાય તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે, અગાઉના અને વર્તમાનના, એમ તમામ આંકડા ભારતીય હવામાન ખાતા પાસેથી લેવામાં આવ્યા છે.

અમુક તારીખ સુધીમાં પડેલા એકંદર વરસાદમાં વાસ્તવિક રીતે વધારો છે કે ઘટાડો તે બાબતનો સમન્વય અગાઉનાં વર્ષોમાં થયેલા કુલ વાર્ષિક વરસાદ સાથે કરીને આ સૂચકાંક બનાવવામાં આવે છે. વર્તમાન વરસાદ અને ભૂતકાળમાં તે જ સમયગાળામાં પડેલા વરસાદને સમન્વય માટે ગણનામાં લેવામાં આવે છે. મુંબઈ, ઇન્દોર અને જયપુરનાં સામાન્ય સૂચકાંક મૂલ્ય અનુક્રમે 1950, 950 અને 350 છે. એક જ દિવસે અણધાર્યા ધોધમાર વરસાદની (દા.ત. 26 જુલાઈ, 2005) વરસાદ સૂચકાંક પરની અસર હળવી કરવા માટે મહત્તમ દૈનિક વરસાદના આંકડા પર ટોચમર્યાદા લાદવામાં આવી છે. દર વર્ષે ચોમાસા (જૂનથી ઑક્ટોબર) દરમિયાન દૈનિક ધોરણે વરસાદ સૂચકાંકનાં મૂલ્યો વેબસાઇટ પર મૂકવામાં આવે છે.

અમારી વેબસાઇટ પર મૂકવામાં આવેલી માહિતીનો હેતુ માત્ર જાણકારી આપવાનો છે. તેના સિવાય બીજો કોઇ હેતુ નથી. આ માહિતીના આધારે લીધેલા નિર્ણયને પગલે ઊભી થતી પરિસ્થિતિ માટે એમસીએક્સ કે તેના કર્મચારીઓ કોઇપણ રીતે જવાબદાર રહેશે નહીં. વરસાદ સૂચકાંકની પરિકલ્પના અને તેની રચના એમસીએક્સના સંશોધન વિભાગ અને વેધર રિસ્ક મૅનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્તપણે કરવામાં આવી છે.
 
 
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા