હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ     
ભાષા બદલો: English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
કોમોડિટી વિશ્વના સમાચાર
 
   વર્ષ પસંદ કરો:    
 
તારીખ અખબાર/અન્ય સ્રોત શીર્ષક વિવરણ
11મે2012 બિઝનેસ સ્ટાન્ડર્ડ આ વર્ષે ગુવારના વાવેતર માટે બીજ ઓછાં પડે છે! ગુવારગમના ભાવમાં ગયા વર્ષે થયેલા ભાવવધારાને પગલે આ વર્ષે વધુ વાવેતર કરવાની ખેડૂતોની ઇચ્છા જોઈએ એટલી ફળે એમ નથી, કારણ કે ખરીફ મોસમમાં વાવણી માટે બીજની કમી છે.
11મે2012 બિઝનેસ લાઇન મહારાષ્ટ્રમાં 89.5 લાખ ટન ખાંડના ઉત્પાદનની ધારણા મહારાષ્ટ્રમાં 2012ની પિલાણની મોસમમાં ખાંડનું ઉત્પાદન 89.5 લાખ ટન થવાનો અંદાજ છે. રાજ્યના સહકાર ખાતાના પ્રધાન હર્ષવર્ધન પાટીલે જણાવ્યા મુજબ પિલાણની મોસમ 15 મે સુધીમાં પૂરી થવાની ધારણા છે.
11મે2012 બિઝનેસ લાઇન તેલીબિયાં પરની સ્ટોકમર્યાદા ઉઠાવી લેવા રજૂઆત મગફળી અને તલ જેવાં તેલીબિયાંના સંગ્રહ માટેની મર્યાદા લાગુ કરવામાં આવ્યા બાદ નિકાસકારોએ ગુજરાત સરકારને આ મર્યાદા દૂર કરવા માટે વિનંતી કરી છે. રાજ્ય સરકારે તેલીબિયાં અને તેલ માટેની સ્ટોકમર્યાદા 200 ટન નક્કી કરી છે.
10મે2012 ઈકોનોમિક ટાઇમ્સ વાયદા બજાર પંચ પાસે વિગતો માગતું ગ્રાહકસંબંધી ખાતું ગ્રાહકસંબંધી બાબતોના મંત્રાલયે ગુવારના વાયદાના ટ્રેડિંગ સંબંધિત અહેવાલ બાબતે વાયદા બજાર પંચ પાસેથી વધુ વિગતો માગી છે.
10મે2012 ફાઈનાન્સિયલ એક્સપ્રેસ ઘઉંના સંગ્રહ માટે તમામ રાજકીય પક્ષોની બેઠકનો વિચાર આ વર્ષે ઘઉંના વિક્રમી પાકને કારણે તેના સંગ્રહની સમસ્યા ઊભી થઈ છે. અનેક સંસદસભ્યોએ સંગ્રહ માટે ગૂણીઓની કમી હોવાની બાબતે પણ ધ્યાન દોર્યું છે. આ સાથે સરકારે બુધવારે કહ્યું હતું કે તે અનાજના સંગ્રહના મુદ્દે તમામ રાજકીય પક્ષો સાથે મળીને કોઈ હલ લાવવા તૈયાર છે.
2મે2012 બિઝનેસ સ્ટાન્ડર્ડ રૂની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવાયો વાણિજ્ય મંત્રાલયે રૂની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લઈને વેપારીઓને નવેસરથી રજિસ્ટ્રેશન કરવા માટે પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે.
2મે2012 હિન્દુ બિઝનેસ લાઇન એફસીઆઇ ખાનગી ગોદામો ભાડે લેશે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઇ) આ મોસમમાં ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત થનારા અનાજના સંગ્રહ માટે ખાનગી ગોદામો ભાડે લેશે, એમ સરકારે જણાવ્યું છે.
16એપ્રિલ2012 ઈકોનોમિક ટાઇમ્સ સટ્ટાખોરીને ડામવાનું વાયદા બજાર પંચનું આયોજન વાયદા બજાર પંચે વાયદા વેપાર પર દેખરેખ રાખવા માટેના પોતાના તંત્રને સક્ષમ કરવાનું વિચાર્યું છે. તેનાથી બજારમાં થતી અનિયંત્રિત સટ્ટાખોરી પર નિયંત્રણ લાવી શકાશે.
16એપ્રિલ2012 ઈકોનોમિક ટાઇમ્સ વરસાદને લીધે ઘઉંની લણણી વિલંબમાં મુકાઈ દેશભરમાં અનેક સ્થળોએ આવેલા કમોસમી વરસાદને લીધે ઘઉંના ઊભા મોલને નુકસાન થયું છે. પંજાબમાં લણણી એક પખવાડિયું મોડી પડી છે.
16એપ્રિલ2012 બિઝનેસ લાઇન ખાંડનું ઉત્પાદન ઘટવાની સીએમઈઆઇની આગાહી સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2012-13માં ખાંડનું ઉત્પાદન 9.8 ટકા ઘટવાની શક્યતા છે.
12345678910...
 
 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો