હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ     
ભાષા બદલો: English | हिंदी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
સોનું
 
સોનું માનવજાતિને મળી આવેલી સૌથી જૂની કિંમતી ધાતુ છે. હજારો વર્ષોથી વૈશ્વિક ચલણ, કોમોડિટી, રોકાણ અને સૌંદર્યના સાધન તરીકે તેની ગણના થાય છે.
 
મુખ્ય લાક્ષણિકતાઓ
  • સોનું કોમોડિટી હોવાની સાથોસાથ નાણાકીય અસ્કયામત પણ હોવાથી તેનું સ્થાન આગવું છે.
  • તે ટકાઉ છે અને ઊંચું મૂલ્ય ધરાવે છે. તેને વારંવાર ઉપયોગમાં પણ લઇ શકાય છે તથા તેનું મૂલ્ય ફરીફરીને મળી રહે છે.
  • અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોઇએ તો તે વપરાશથી ખૂટતી નથી, કારણ કે તેનો જથ્થો એટલો ને એટલો જ રહે છે, ફક્ત માલિકી એકથી બીજાને મળે છે.
  • સોનાની ખાણમાંથી ધારીએ ત્યારે ઉત્પાદન મેળવી શકાય એવું હોતું નથી. તેને કારણે જરૂર પડે તેવા વખતે ફરી વાર ઉપયોગમાં લેવાતા સોનાનો જ વેપાર થાય છે. આ કારણસર સોનાના ભાવ સ્થિર થવામાં મદદ મળે છે.
  • સોનાના ભાવ નક્કી કરનારાં આર્થિક પરિબળો બીજી મોટાભાગની નાણાકીય અસ્કયામતોને અસર કરનારાં પરિબળો કરતાં અલગ, અને ક્યારેક તેનાથી તદ્દન વિપરીત હોય છે.
 
માગ-પુરવઠાની વૈશ્વિક સ્થિતિ
  • ગોલ્ડ ફીલ્ડ્સ મિનરલ્સ સર્વિસીસે (જીએફએમએસ) 2008ના અંત ભાગમાં આપેલા અંદાજ મુજબ ખાણમાંથી બહાર કઢાયેલા સોનાનો કુલ જથ્થો આશરે 1,63,000 ટન છે.
  • આ જથ્થામાંથી 51 ટકા હિસ્સો ઘરેણાંના સ્વરૂપે છે, 18 ટકા જથ્થો સત્તાવાર અનામતના સ્વરૂપે અને 17 ટકા હિસ્સો રોકાણના સ્વરૂપે છે. 12 ટકા હિસ્સાનો ઔદ્યોગિક ઉપયોગ થાય છે અને 2 ટકાના કોઇ ચોક્કસ ઉપયોગની ખબર નથી.
  • સોનાની વાર્ષિક માગમાં ઘરેણાં બનાવવા માટેની માગ બે તૃતીયાંશ જેટલી છે. બાકીની માગ રોકાણ માટે અને ઔદ્યોગિક વપરાશ માટેની હોય છે. ગત ત્રણ વર્ષ (2005-2008)માં સોનાની કુલ વાર્ષિક માગ સરેરાશ 3530 ટન રહી છે. જો કે, 2009માં તેના ભાવમાં વધારો થવાને કારણે માગમાં ઘટાડો થવાની ધારણા છે.
  • ભારત, ચીન, અમેરિકા, તુર્કી, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત એ પાંચ દેશો મળીને સોનાની કુલ માગમાં 60 ટકા કરતાં વધારે હિસ્સો ધરાવે છે. આ પાંચેમાંથી દરેક બજારમાં અલગ અલગ સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક પરિબળો છે.
  • ખાણમાં થતું ઉત્પાદન લગભગ સ્થિર છે. ગત ત્રણ વર્ષમાં અંદાજે સરેરાશ 2455 ટન વાર્ષિક ઉત્પાદન થયું છે. ફરીથી વપરાશમાં આવતા સોનાનું અને સત્તાવાર ક્ષેત્રે થતા વેચાણનું પ્રમાણ અનુક્રમે ગત ત્રણ વર્ષમાં 1084 ટન અને 378 ટન હતું.
  • છેક 1880ના દાયકાથી સોનાનું મુખ્ય ઉત્પાદક દક્ષિણ આફ્રિકા છે. અત્યાર સુધીમાં ઉત્પાદન પામેલા સોનાનો લગભગ 50 ટકા હિસ્સો આ દેશમાંથી જ આવ્યો હોવાનું મનાય છે. 1980ના દાયકાના પ્રારંભિક કાળમાં તેનું ઉત્પાદન લગભગ 1000 ટન હતું. વર્ષ 2007માં તે ઘટીને માત્ર 272 ટન થઇ ગયું હતું.
  • વર્ષ 2007માં ચીન 276 ટનનું ઉત્પાદન કરીને દક્ષિણ આફ્રિકા કરતાં આગળ નીકળી ગયું હતું અને સૌથી મોટું ઉત્પાદક બન્યું હતું. દક્ષિણ આફ્રિકા છેક 1905થી મોખરાનું સ્થાન ધરાવતું હતું. અન્ય મુખ્ય ઉત્પાદકોમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, રશિયા અને પેરુનો સમાવેશ થાય છે.
 
સોનાનાં વૈશ્વિક બજારો
લંડન, ન્યૂ યોર્ક અને ઝ્યુરિકનાં ઓટીસી બજાર
ન્યૂ યોર્ક - સીએમઇ (કોમેક્સ), ટોકિયો (ટોકોમ), મુંબઈ (એમસીએક્સ)માં સોનાનાં ડેરિવેટિવ્ઝનાં એક્સચેન્જ
મુખ્ય વપરાશકાર પ્રદેશોમાં ઇસ્તંબુલ, દુબઈ, હોંગકોંગ અને સિંગાપોર મારફતે સોનું જાય છે
 
સોનાના વૈશ્વિક ઉદ્યોગમાં ભારતનું સ્થાન
આંકડા પૂર્ણાંકમાં ફેરવાયા છે
માપદંડ ભારત (આંકડા ટનમાં) વૈશ્વિક (આંકડા ટનમાં) હિસ્સાની ટકાવારી
કુલ સ્ટોક 15000 160000 9
સેન્ટ્રલ બૅન્કનું હોલ્ડિંગ 558 30,100 2
વાર્ષિક ઉત્પાદન 3 2450 0
વાર્ષિક પુનઃ વપરાશ 250 1100 23
વાર્ષિક માગ 700 3550 20
વાર્ષિક આયાત 600 --- ---
વાર્ષિક નિકાસ 60 --- ---
 
સોનાનું વૈશ્વિક બજાર
  • વિશ્વમાં સોનાની સૌથી વધુ વપરાશ ભારતમાં થાય છે. સામાન્ય રીતે વિશ્વના કુલ સોનામાંથી લગભગ 25 ટકા હિસ્સા (દર વર્ષે આશરે 700-750 ટન)ની ખરીદી ભારતમાં થાય છે.
  • જો કે, વર્ષ 2008 અને 2009માં સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો હોવાથી કુલ માગ ઘટીને વર્ષ 2008માં 660 ટન થઇ ગઇ હતી. વર્ષ 2009માં તે પ્રમાણ હજી ઘટવાની ધારણા છે. અગાઉના વર્ષના સમાન ગાળાની 553.5 ટનની તુલનામાં 2009ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં કુલ માગ 265 ટન હતી.
  • ભારતમાં સોનાનું ખાણકામ ઘણું ઓછું, અર્થાત્ વર્ષે 2-3 ટનનું છે. આથી મોટાભાગની સ્થાનિક આવશ્યક્તા આયાત દ્વારા સંતોષાય છે.
  • આમ, ભારત આ પીળી ધાતુનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને તેની વાર્ષિક સરેરાશ આયાત લગભગ 600 ટનની રહી છે. જો કે, ભાવવધારાને લીધે વર્ષ 2008માં માગ ઓછી રહ્યા બાદ વર્ષ 2009માં પણ તેમાં હજી વધારે ઘટાડો આવવાની શક્યતા છે.
  • ભારતમાં સોનાની માગનું મુખ્ય કારણ તેની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ છે. બચત અને રોકાણના સાધન તરીકે પણ તેની ગણના થાય છે. બૅન્ક ડિપોઝિટ બાદનો તે સૌથી વધુ પસંદગીનો વિકલ્પ છે.
  • ભારતમાં સોનાનો સંગ્રહ કરવાની વૃત્તિ પણ ઘણી સતેજ છે. ભારતીયોએ બિનસત્તાવાર રીતે 15,000 ટન કરતાં વધારે સોનું સંઘર્યું હોવાનો અંદાજ છે. આ જથ્થો સોનાના કુલ વૈશ્વિક જથ્થાના લગભગ 9 ટકા જેટલો છે.
  • ભારતમાં ચોમાસા દરમિયાન, લણણી વખતે અને લગ્નસરામાં માગ વધી જાય છે. જો કે, ઘરેણાં માટેની માગ ભાવ પર ઘણા મોટા પ્રમાણમાં આધારિત હોય છે.
  • શહેરોમાં લોકો હવે સોનાને બદલે શેરબજારમાં રોકાણ કરવા લાગ્યા છે. આ ઉપરાંત ઘરવપરાશની અનેક વસ્તુઓ ખરીદવામાં પૈસા ખર્ચી રહ્યા છે.
  • ભારતમાં સોનાના શુદ્ધિકરણની, પરીક્ષણની અને તેના સ્ટાન્ડર્ડ બાર બનાવવાની સુવિધાઓ ઓછી છે. જે સુવિધાઓ છે તે વૈશ્વિક ધોરણ કરતાં ઉતરતી છે.
  • રિઝર્વ બૅન્કે ઝવેરીઓને અને નિકાસકારોને વેચવા માટે અથવા લોન આપવા માટે કોમર્સિયલ બૅન્કોને સોનાની આયાત કરવાના અધિકાર જુલાઈ 1997માં આપ્યા હતા. હાલમાં તેર બૅન્કો સોનાની આયાત કરે છે. આ સુવિધાને લીધે સોનાના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ભાવ વચ્ચેનો તફાવત જે 1986થી 1991 સુધીના સમયગાળામાં 57 ટકા હતો તે ઘટીને 2001માં 8.5 ટકા થઇ ગયો.

બજાર પર અસર કરતાં પરિબળો
  • ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ અનુસાર ચાલે છે. જો કે, ભારતીય રૂપિયા અને અમેરિકન ડૉલરના ભાવમાં આવતા ફેરફારોની અસર સોનાના સ્થાનિક ભાવ પર થાય છે. આથી, તેના પર સતત નજર રાખવી પડે છે.
  • અર્થતંત્રનું સામર્થ્ય, નવાં વિકસતાં બજારોનું વધતું જતું મહત્ત્વ, ચલણની હિલચાલ એ પરિબળોની અસર વૈશ્વિક ભાવ પર થાય છે.
  • માગ-પુરવઠાની સ્થિતિ સૌથી વધારે અસર કરે છે, કારણ કે રોકાણ માટે માગ વધી રહી છે, પણ પુરવઠામાં વધારો થયો નથી.
  • સોનાની સત્તાવાર અનામતમાં થતા ફેરફાર અને કેન્દ્રીય બૅન્કોએ કરેલી ખરીદી કે વેચાણની વધારે અસર થાય છે.
  • શેરબજાર, રિયલ એસ્ટેટના બજાર તથા ક્રૂડ ઓઇલ જેવી કોમોડિટીમાંથી મળતા વળતરની અસર સોનામાં કરાતા રોકાણ પર થતી હોય છે.
  • સ્થાનિક સ્તરે લગ્નસરાની માગ તથા અન્ય કારણોસર ઊભી થતી માગના આધારે ભાવ પર અસર થતી હોય છે. ગ્રામીણ સ્તરે ચોમાસું, કૃષિ પેદાશ અને ગ્રામીણ અર્થતંત્રની સ્થિતિના આધારે માગ નક્કી થાય છે.
 
માપ
વજનના રૂપાંતરનો કોઠો
મૂળ માપ રૂપાંતર કરવાનું માપ આ અંક સાથે ગુણાકાર કરો
ટ્રોય ઔંશ ગ્રામ 31.1035
ગ્રામ ટ્રોય ઔંશ 0.0321507
કિલોગ્રામ ટ્રોય ઔંશ 32.1507
કિલોગ્રામ તોલા 85.755
 
શુદ્ધતા
સોનાની શુદ્ધતા કેરેટ અને ફાઈનનેસમાં મપાય છે.
કેરેટઃ શુદ્ધ સોનાને 24 કેરેટનું કહેવાય છે
ફાઈનનેસઃ દર એક હજારે ભાગ
આમ, 18 કેરેટ = 1000 ભાગના 18/24 = 750 ફાઈનનેસ
ઉપર 
 
મહત્ત્વના ડાઉનલોડ્સ
 
નીચે મુજબની માહિતી માટે આ વિભાગની મુલાકાત લેતાં રહો
પ્રોડક્ટ પરિચય
કોન્ટ્રેક્ટનાં ધોરણો
કોમોડિટીના વિશેષ અહેવાલ
પ્રોડક્ટ લીફલેટ
 
 
વેબ માહિતી
 www.gfms.co.uk
 www.lbma.org.uk
 www.gold.org
 www.kitco.com
 www.usagold.com
 www.cmegroup.com
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો