| એમસીએક્સ કોમડેક્સ |
| |
| |
એમસીએક્સ કોમડેક્સ નિર્માણ અને વિકાસ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ, (એમસીએક્સ)ના સંશોધન વિભાગે કોલકાતાની ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યુટ (આઈએસઆઈ)ના સહયોગમાં કર્યાં છે. કોઇ એક એક્સચેન્જના કોમોડિટીના વાયદાના ભાવો પર આધારિત આ ભારતનો સર્વપ્રથમ સર્વાંગી સૂચકાંક છે. આ ઉપરાંત એક્સચેન્જમાં સોદા પામતી અલગ અલગ કોમોડિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે વાયદાના ભાવ પર આધારિત એમસીએક્સ એગ્રિ (કૃષિ), એમસીએક્સ મેટલ (ધાતુ) અને એમસીએક્સ એનર્જી (ઉર્જા) એમ ત્રણ સૂચકાંકો વિકસાવવામાં આવ્યા છે.
સૂચકાંક કોમોડિટીઝ બજારની કામગીરીના નોંધપાત્ર બેરોમીટર સમાન છે અને સમય જતાં તે કોમોડિટીઝ બજારમાં રોકાણનું આદર્શ સાધન બની જશે. સૂચકાંક કાળક્રમે (નિયમનકારી તંત્રની મંજૂરી મળ્યા બાદ) ‘ટ્રેડેબલ’ બનશે અને બજારના સહભાગીઓ તત્કાળ લાભ લઇ શકશે. નિયમનતંત્રની મંજૂરી સાથે વાયદાના વેપાર માટે શુભારંભ થતાં જ એમસીએક્સ કોમડેક્સ ફ્યુચર્સમાં હોલ્ડિંગ અને રોલિંગની પોઝિશન મારફત રોકાણકારો એમસીએક્સ કોમડેક્સ ઇન્ડેક્સમાં સમાવાયેલી કોમોડિટીઝમાંથી મળતા વળતર જેવાં જ વળતર મેળવી શકશે. એમસીએક્સ કોમડેક્સ ફ્યુચર્સની મદદથી કોમોડિટીની અને ફુગાવાના એક્સપોઝર સામે સારી રીતે હેજિંગ કરી શકાશે અને શેષ જોખમોને ટાળવાનું શક્ય બનશે. બજાર સર્વાંગી રીતે કઇ દિશામાં જઇ રહ્યું છે તેને લક્ષમાં લીધા વગર પણ સલામતી પ્રાપ્ત કરી શકાય છે. |
| |
- પાત્રતાના માપદંડ અને વેઇટિંગ્સ કોઇ એક કોમોડિટીમાં (તમામ વેરાઇટી મળીને) અમુક નિશ્ચિત સમયગાળામાં થયેલા સોદાઓની સંખ્યાને પ્રવાહિતા કહેવામાં આવે છે. સૂચકાંકમાં કોઇ કોમોડિટીને સામેલ કરવા માટે તેની પ્રવાહિતા એક માપદંડ છે. એમસીએક્સ કોમડેક્સનો વજન (વેઇટિંગ)નો અભિગમ વાયદા બજારના આંતરિક (એક્સચેન્જ પરની પ્રવાહિતા) અને વાયદા બજારથી બહારનાં (હાજર બજારના કદ) પરિબળો પર એકસમાન રીતે આધારિત છે. ઇન્ડેક્સની ગણતરી માટે માત્ર નજીકના મહિનાના સક્રિય કોન્ટ્રેક્ટના ભાવોને ધ્યાનમાં લેવાયા છે. તેના પાયાના સમયગાળા તરીકે વર્ષ 2001ના સરેરાશ ભાવોને રાખવામાં આવ્યા છે, કારણ કે તે સાધારણ વર્ષ હતું.
- વાર્ષિક ધોરણે રિ-વેઇટિંગ અને રિ-બૅલેન્સિંગ એમસીએક્સના કોમડેક્સના ટાર્ગેટ વેઇટ્સ વાર્ષિક ધોરણે નક્કી કરવામાં આવે છે. તેમ ન થાય તે સંજોગોમાં ઇન્ડેક્સ કમિટી દ્વારા ત્રણ મહિનાના નોટિસના સમયગાળા સાથે બજારમાં જાહેરાત કરીને અથવા યથાયોગ્ય લાગે તે રીતે નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવ-ટકાવારીના આધારે વાર્ષિક ધોરણે ઇન્ડેક્સો રિ-બૅલેન્સ (પુનઃ સંતુલિત) કરે છે.
- એમસીએક્સ હાજર ઇન્ડેક્સ એમસીએક્સ સંબંધિત કોમોડિટીઝના પ્રવર્તમાન હાજર ભાવો સામે તે જ કોમોડિટીઝના 2001ની સરેરાશના એ જ પાયાના ગાળાના હાજર ભાવોનો ઉપયોગ કરીને એમસીએક્સ કોમડેક્સ, એમસીએક્સ એગ્રિ, એમસીએક્સ મેટલ અને એમસીએક્સ એનર્જી માટે દૈનિક હાજર સૂચકાંક મૂલ્યની પણ ગણતરી કરે છે.
- ડેટાનું પ્રસારણ વાયદાના ભાવ આધારિત સૂચકાંકને એમસીએક્સમાંના છેલ્લા ટ્રેડેડ ભાવમાં થયેલા ફેરફાર સાથે રિયલ ટાઇમના ધોરણે અપડેટ કરવામાં આવે છે. હાજર ભાવ આધારિત સૂચકાંકને જ્યારે પણ એક્સચેન્જ દ્વારા હાજર ભાવોનું પ્રસારણ કરવામાં આવે ત્યારે અપડેટ કરવામાં આવે છે.
- ગણતરીની પદ્ધતિ એમસીએક્સ કોમડેક્સ ત્રણ ગ્રુપ સૂચકાંક - એમસીએક્સ એગ્રિ, એમસીએક્સ મેટલ અને એમસીએક્સ એનર્જીની સાદી વેઇટેડ સરેરાશ છે. ગ્રુપ સૂચકાંકની ગણતરી ભૌમિતિક મધ્યના આધારે કરાય છે.
- ઇન્ડેક્સ જાળવણીની તવારિખ એમસીએક્સ કોમડેક્સનો શુભારંભ જૂન, 2005માં કરાયો હતો. સૂચકાંકના વાર્ષિક પુનઃ સંતુલન વખતે 2007 અને 2008માં તેને સમકાલીન ઇન્ડેક્સ બનાવવા બજારમાં બદલાતી ગતિશીલતાને આધારે ઇન્ડેક્સ સમિતિએ તેના બંધારણમાં ફેરફાર કર્યો હતો.
- 2007માં રિ-વેઇટિંગ અને રિ-બૅલેન્સિંગ આ પ્રક્રિયામાં કમ્પોઝિટ ઇન્ડેક્સમાં ગ્રુપ વેઇટ્સ સુધારીને એમસીએક્સ મેટલ ઇન્ડેક્સ અને એમસીએક્સ એનર્જી ઇન્ડેક્સ પ્રત્યેકનું 40 ટકા અને એમસીએક્સ એગ્રી ઇન્ડેક્સના કિસ્સામાં 20 ટકા કરવામાં આવ્યું હતું. આમ, હાજર અને વાયદા બજારોમાં દરેક ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવી શકાય તે માટે પ્રત્યેક ક્ષેત્રને યોગ્ય વેઇટેજ અપાયું હતું. એમસીએક્સ કોમડેક્સમાં સામેલ કોમોડિટીઝની સંખ્યા 10થી વધારીને 15 કરવામાં આવી હતી, કારણ કે વાયદા બજારમાં પ્રવાહિતા વધી હતી.
- 2008માં રિ-વેઇટિંગ અને રિ-બૅલેન્સિંગ આ પ્રક્રિયામાં જૂથનાં વજનને બદલવામાં આવ્યાં ન હતાં. કોમોડિટીઝની સંખ્યામાં પણ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. એમસીએક્સ કોમડેક્સમાંથી ગુવારસીડને કાઢીને સીસાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- 2009માં રિ-વેઇટિંગ અને રિ-બૅલેન્સિંગ આ પ્રક્રિયામાં જૂથનાં વજનને બદલવામાં આવ્યાં ન હતાં. કોમોડિટીઝની સંખ્યામાં પણ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. એમસીએક્સ કોમડેક્સમાંથી એલચીને કાઢીને ક્રૂડ પામ તેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- એમસીએક્સ-કોમડેક્સમાં કોમોડિટીઝનો સમાવેશ અને તેમનાં વજન (વેઇટ્સ) નીચે પ્રમાણે છેઃ
|
એમસીએક્સ કોમડેક્સ 2009 વેઇટ્સ |
| એમસીએક્સ કોમડેક્સ |
કોમોડિટી |
વેઇટ (નવું) |
જૂથમાં પ્રમાણસરનું વેઇટ |
| |
|
|
|
| એમસીએક્સ મેટલ સૂચકાંક |
સોનું |
15.21% |
40.0% |
| ચાંદી |
9.66% |
| તાંબું |
7.13% |
| જસત |
2.00% |
| એલ્યુમિનિયમ |
2.00% |
| નિકલ |
2.00% |
| સીસું |
2.00% |
| |
| એમસીએક્સ એનર્જી ઇન્ડેક્સ |
ક્રૂડ ઓઇલ |
35.41% |
40.0% |
| નેચરલ ગેસ |
4.59% |
| |
| એમસીએક્સ એગ્રી ઇન્ડેક્સ |
રિફાઈન્ડ સોયા તેલ |
3.91% |
20.0% |
| બટેટાં |
4.76% |
| ચણા |
4.14% |
| ક્રૂડ પામ તેલ |
3.19% |
| કપાસિયાં ખોળ |
2.00% |
| મેંથા તેલ |
2.00% |
|
| |
|
|