હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ     
ભાષા બદલો: English | हिंदी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
ચાંદી
 
સામાન્ય લાક્ષણિક્તાઓ
  • ચાંદી  મૂલ્યવાન ધાતુ ગણાતી હોવા છતાં તેના અનોખા તત્વને કારણે અતિ ઉપયોગી  ઔદ્યોગિક કોમોડિટી બની છે.
  • ચાંદીની માગના મુખ્ય ત્રણ આધાર સ્તંભો છેઃ ઔદ્યોગિક વપરાશ, ફોટોગ્રાફી, જ્વેલરી અને ચાંદીના વાસણોમાં ઉપયોગ. વર્ષ 2002માં કુલ વાર્ષિક વપરાશમાં તેમનો હિસ્સો અનુક્રમે 342, 205 અને 259 મીલિયન ઔંસ હતો.
  • ખાણમાંથી ઉત્પન્ન થતી ચાંદીનો અડધા અડધ હિસ્સો અનુક્રમે મેક્સિકો, પેરૂ અને યુનાઈટેડ સ્ટેટ્સમાંથી આવે છે, જે વિશ્વના અનુક્રમે પ્રથમ,દ્વિતીય અને ચોથા ક્રમના ઉત્પાદક દેશો છે. ત્રીજો સૌથી મોટો ઉત્પાદક ઑસ્ટ્રેલિયા છે.
  • પ્રાથમિક ખાણો વિશ્વનું 27 ટકા જેટલી ચાંદીનું ઉત્પાદન કરે છે, જ્યારે 73 ટકા સોનું, તાંબુ સીસું અને ઝિંકના આડ ઉત્પાદન રૂપે આવે છે.
  • ચાંદીનો ભાવ પ્રાથમિક પણે તેના ઉત્પાદન પર આધારિત નથી પરંતુ અન્ય ધાતુઓના ઉત્પાદન પર પણ આધાર રાખે છે,  તેનું કારણ વિશ્વની ખાણોનું ઉત્પાદન અન્ય ધાતુઓના ભાવ પર આધારિત છે.
  • ચાંદી અને આર્થિક પ્રવૃતિઓ વચ્ચે સમતુલા મજબૂત છે. તેનું કારણ કુલ બે-તૃતિયાંશ જેટલી ચાંદીનું ફેબ્રિકેશન ઔદ્યોગિક અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં થાય છે
  • અનેકવાર પૂરવઠાની તુલનામાં માગમાં ઝડપથી વધારો થતા સરકાર અને રોકાણકારોનો જથ્થામાં ઓટ આવે છે.
  • વૈશ્વિક ચાંદીના ભાવ સ્તરનો આધાર પ્રાથમિક ચાંદીની ખાણમાં ઉત્પાદન આર્થિક રીતે પરવડે કે કેમ તેના પર હોય છે.
 
જમીન ઉપરનો(ખાણ સિવાયનો) વિશ્વ ચાંદીનો પૂરવઠો
મીલિયન ઔંસ
  2001 2002
નિહિત ચોખ્ખી રોકાણ મૂક્તિ -9.5 20.9
ઉત્પાદક હેજિંગ 18.9 -24.8
ચોખ્ખું સરકારી વેચાણ 87.2 71.3
કુલ પેટા બુલિયન 96.6 67.4
ભંગાર 182.7 184.9
કુલ 279.3 252.3
 
ભારતીય પરિદ્દશ્ય
  • ભારતમાં ઘરેલું વપરાશ માટે 2002માં 3400 ટન ચાંદીની આયાત કરવામાં આવી હતી જે 2001માં કરાયેલી 4540 ટનની આયાત કરતાં 25 ટકા આછી હતી.
  • ભારતીય બજાર માટે ઓપન જનરલ લાઈસન્સ (ઓજીએલ) હેઠળ આયાત થતી ચાંદી એકમાત્ર મહત્વનો સ્રોત છે.
  • 2002માં ડ્યુટી ચૂકવ્યા વિનાની ચાંદીની નિકાસમાં મોટા ઉછાળો આવ્યો હતો જે વર્ષાનું વર્ષના આધારે 200 ટકા વધીને 150 ટન થઈ હતી
  • ભારતની ગત વર્ષની 50 ટકા જેટલી આયાત જરૂરિયાત ચીની ચાંદી દ્વારા પૂરી કરવામાં આવી હતી જ્યારે અન્ય આયાત પૂરવઠો યુ.કે. ઑસ્ટ્રેલિયા અને દુબઈમાંથી મંગાવાયો હતો
  • 2002માં આદ્યોગિક માગ 2001ની 1579 ટનની તુલનામાં 13 ટકા વધીને 1375 ટન અંદાજવામાં આવ્યો હતો આમ છતાં વિશ્વમાં ઔદ્યોગિક દિગ્ગજો જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સની હરોળમાં ભારત ચાંદીના સૌથી મોટા વપરાશકાર દેશોમાંનો એક છે.
  • યુનાઈટેડ સ્ટેટ્સ અને જાપાનથી વિપરીત ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ અને બ્રાઝિંગ એલોયઝ જેવા પ્રખર ઔદ્યોગિક વપરાશના ફેબ્રિકેશન માટેનો ઉપાડ માત્ર 15 ટકા જેટલો જ છે અને બાકીનો વપરાશ ખાદ્ય સામગ્રીની સજાવટ માટેની ફોઈલ્સ, આભૂષણોનાં પ્લેટિંગ અને ચાંદીના વાસણો તથા જરી માટે થાય છે.
  • ભારતમાં સોનાની માફક ચાંદીની માગને નિશ્ચિત કરવામાં તેના ભાવની ચંચળતા મહત્ત્વનો ભાગ ભજવે છે.
 
ભારત ઔદ્યોગિક ફેબ્રિકેશન, 2002
ટકા
ફાર્મસી અને કેમિકલ 22.4
ફોઈલ 9
પ્લેટિંગ 13.7
સોલ્ડર્સ અને બ્રાઝિંગ 5.4
ઈલેક્ટ્રિકલ 13.5
ફોટોગ્રાફી 0.85
જરી 17.1
 
વિશ્વ બજારો
  • લંડન બુલિયન બજાર, ચાંદીમાં ઓટીસી(ઓવર-ધ-કાઉન્ટર)પર થતા સોદાનું મુખ્ય કેન્દ્ર છે
  • ન્યૂ યોર્કમાં કોમેક્સ ફ્યુચર ખાતે મોટા ભાગની ફંડ પ્રવૃતિઓ કેન્દ્રિત થયેલી હોય છે
 
1995થી આજની તારીખ સુધી લંડન ચાંદીની નિર્ધારિત ચંચળતા આવર્તન વિતરણ
ટકા ફેરફાર > 7% 5-7% 3-5% < 3%
દૈનિક        
વેળા સંખ્યામાં 7 10 85 2086
વેળા ટકામાં 0.3 0.5 3.9 95.3
સાપ્તાહિક        
વેળા સંખ્યામાં 9 15 50 363
વેળા ટકામાં 21 3.4 11.4 83.1
 
1995થી સૌથી મોટી ભાવની વધઘટ
4 – 6 ફેબ્રુઆરી 1998 દરમિયાન ભાવમાં 22.3 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો હતો તેનું કારણ યુએસ ફાઈનાન્સરે લગભગ 130 ઔંસ ચાંદી ભેગી કરી હતી.
નોંધઃ: નોંધઃ સપ્ટેમ્બર 1999 બાદ ચાંદીના દૈનિક ભાવમાં 5 ટકાથી વધુની વધઘટ એકવારથી વધુ જોવા મળી નથી સાપ્તાહિક ભાવમાં પણ માત્ર એક જ વાર વધઘટ જોવા મળી છે.
ઉપર 
 
મહત્ત્વના ડાઉનલોડ્સ
 
નીચે મુજબની માહિતી માટે આ વિભાગની મુલાકાત લેતાં રહો
પ્રોડક્ટ પરિચય
કોન્ટ્રેક્ટનાં ધોરણો
કોમોડિટીના વિશેષ અહેવાલ
કોમોડિટીના વિશેષ અહેવાલ 1
પ્રોડક્ટ લીફલેટ
 
 
વેબ માહિતી
 www.silverinstitute.org
 www.lbma.org.uk
 www.nymex.com
 www.tocom.or.jp
 www.gfms.co.uk
 www.kitco.com
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો